ઓન ધ સ્પોટ ક્વિઝ કોમ્પીટીશનમાં બાળકોએ દર્શાવ્યું પોતાનું જ્ઞાન

Contact News Publisher

સોનગઢ તાલુકો: વિકસિત ભારત, સંકલ્પ યાત્રા

શાળાના બાળકો દ્વારા ભારતના ઇતિહાસ, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ અંગેના આપવામાં આવ્યા ઝટપટ જવાબો

બાળકોને ઝટપટ સવાલોના જવાબ આપતા જોઇ મહાનુભાવો સહિત બાળકોના માતાપિતા અને ઉપસ્થિત સૌ થયા ખુશ ખુશાલ

તાપીના સોનગઢ તાલુકાના વેલઝર અને વાઝરડા ગામે વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર

વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવતા સ્થાનિક ગ્રામજનો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૨: વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેના રૂટિન મુજબ તાપી જિલ્લામાં પરિભ્રમણ કરી રહી છે ત્યારે આ યાત્રામાં વિવિધ કાર્યક્રમોને સાંકળવામાં આવેલ છે જેના થકી અનેક રીતે લોકોને સરકારશ્રીની યોજનાઓ અંગે માહિતગાર કરી શકાય છે. બાળકોને આપણા દેશના સમૃધ્ધ વારસાથી અવગત કરવાના સરકારશ્રીના સરાહનિય પ્રયાસ રૂપે યાત્રામાં બાળકો માટે ‘ઓન ધ સ્પોટ ક્વિઝ કોમ્પીટીશન’નું આયોજન પણ કરવામાં આવ્યું છે.

જેમાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વેલઝર અને વાઝરડા ગામે શાળાના બાળકો દ્વારા ભારતના ઇતિહાસ, સામાન્યજ્ઞાન, સરકારી યોજનાઓ અંગેના જવાબો આપી બાળકોએ પોતાનું જ્ઞાન ઉપસ્થિત સૌને દર્શાવ્યું હતું. કાર્યક્રમમાં બાળકોને ઝટપટ સવાલોના જવાબ આપતા જોઇ મહાનુભાવો સહિત બાળકોના માતાપિતા અને ઉપસ્થિત સૌ ખુશ ખુશાલ થયા હતા. બાળકોને પ્રોત્સાહિત કરવા મહાનુભાવો દ્વારા તેઓને ભેટ અર્પણ કરી સાબાશી પાઠવવામાં આવી હતી.

આ ઉપરાંત કાર્યક્રમમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વેલઝર અને વાઝરડા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પ્રવચનો કર્યાં હતાં. વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

મહાનુભાવોના હસ્તે નલ સે જલ યોજનામાં ગ્રામ પંચાયતમાં ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયાં હતાં. આરોગ્ય કેમ્પ, ઉજ્જવલા યોજના, આયુષ્માનભારત કાર્ડ, જેવી વિવિધ લાભાર્થીઓને સહાય પત્ર આપી લાભાન્વિત કરાયાં હતાં.

વેલઝર અને વાઝરડા ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જન કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાળકોએ ઉત્સાહભેર ‘ઓન ધ સ્પોટ ક્વિઝ કોમ્પીટીશન’ માં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other