મેરી કહાની મેરી જુબાની દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કરતા તનુજાબેન ચૌધરી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા –તાપી
–
તનુજાબેને ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતી દ્વારા બ્લેક રાઇઝનું વાવેતર કરી વિંઘા દીઠ 1 લાખની આવક મેળવી રહ્યા છે.
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.01 વાલોડ તાલુકાના કલમકુઇ ગામના રહેવાસી તનુજાબેન ચૌધરીએ ‘મેરી કહાની મેરી જુબાની’ દ્વારા પોતે પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવેલ સફળતાની વાતો કરતા જણાવ્યું હતું કે, હું ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતી કરું છું. હું જાતે દેશી ગાયના છાણ માથી જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત બનાવું છું અને તેનો ખેતીમાં ઉપયોગ કરું છું.
તનુજાબેન અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરતા જણાવે હું ૨૦૧૯થી પ્રાકૃતિક ખેત પધ્ધતિથી બ્લેક રાઈસનું વાવેતર કરું છું અને જેમાં મને એક વિંઘાના 1 લાખની માતબર આવક મળી રહી છે.
સૌ ખેડૂતમિત્રોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, દિવસે દિવસે રાસાયણિક ખાતરનો ઉપયોગ વધે છે જેના કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આપણે પ્રાકૃતિક ખેતી કરીએ, જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત જેવા ખાતરો આપણે ઘરે બનાવી તેનો ઉપયોગ પોતાની ખેતીમાં કરીશુ તો અવશ્ય આપણને ખેતઉત્પાદનની સાથે સ્વાસ્થ્યલક્ષી લાભો થશે.
તેમણે સૌને ગ્રામજનોને જણાવ્યું હતું કે, દેશી ગાયની ખરીદી પર દર મહિને સરકારશ્રી તરફ 900 રૂપિયા નિભાવ ખર્ચ પણ મળે છે. દેશી ગાય ખરીદીને પ્રાકૃતિક ખેતી માટે,ઘરે જ ખાતર બનાવી તેનો ઉપયોગ કરવાથી જમીનની ફળ દ્રુપતા પણ વધે છે. આમ ઉપસ્થિત સૌ ખેડુત મિત્રોને ઝેરમુક્ત ખેતી અને ઝેરમુક્ત અનાજનું ઉત્પાદન કરવા તનુજાબેને ખાસ અનુરોધ કર્યો હતો.
0000