પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી પ્રિયંકાબેન ચૌધરીએ પોતાના પ્રતિભાવો રજૂ કરી ગ્રામજનોને સરકારશ્રી દ્વારા મળતી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા
‘મેરી કહાની, મેરી જુબાની’- તાપી જિલ્લો
–
મારાં જેવા અનેક નાના મોટા ખેડૂતોનો સહારો બનાવા બદલ હું રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર માનું છું-પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી પ્રિયંકાબેન ચૌધરી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીએ પોતાના પ્રતિભાવો રજૂ કરી ઉપસ્થિત ગ્રામજનોને સરકારશ્રી દ્વારા મળતી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી અને તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરવાવના રહેવાસી પ્રિયંકાબેન ચૌધરી જણાવે છે કે, જયારે પ્રધાન મંત્રી કિશાન સન્માન નિધિ યોજના અમલમાં ન હતી ત્યારે અમને ખેતી ખર્ચમાં ઘણી તકલીફ થતી હતી.
પરંતુ જયારથી સરકારશ્રીની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં આવી છે ત્યારથી હું આ યોજનાનો લાભ લઉં છું. મને વાર્ષિક ૬ હજાર રૂપિયા મળે છે.આ સહાય થકી મને ખેતીખર્ચમાં ઘણો લાભ થયો છે. આ રકમથી હું ખેતી માટે બિયારણ, ખાતર, દવા વગેરેની ખરીદી કરું છુ. મારાં અને મારાં જેવા અનેક નાના મોટા ખેડૂતોનો સહારો બનાવા બદલ હું રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર માનું છું
00000