બેડકુવા ગામે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષતામાં તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
તાપી જિલ્લો: “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
–
આ યાત્રાથી દરેક ગામના લોકો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો માહિતગાર થશે – ધારાસભ્યશ્રી મોહન ઢોડિયા
–
વાલોડ તાલુકાના બેડકુવા અને ધામોદલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ કાર્યક્રમ યોજાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.30: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15મી નવેમ્બર થી જનજાગૃતિ ગૌરવ દિવસ થી દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાઇ છે આ યાત્રાની શરૂઆત તાપી જિલ્લામાં થઈ છે, આ યાત્રા આગામી 23 મી જાન્યુઆરી સુધી જિલ્લાની 296 પંચાયતો માં ફરી સરકારની લોક કલ્યાણકારી 17 જેટલી યોજનાઓ અંગે જાણકારી આપવાની સાથે તેનાથી વંચિત રહી ગયેલા લાભાર્થી ઓને સ્થળ પર સીધા લાભ અપાશે. વાલોડ તાલુકાના બેડકુવા ગામે ધારાસભ્ય મોહન ઢોડિયાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી જે લાભાર્થીઓ રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી વિવિધ યોજના ઓથી વંચિત રહી ગયા હતા તેમના ગામ સુધી યોજનાઓ સીધી સરળ રીતે પહોંચી શકશે અને વંચિતોને લાભ મળી રહશે ત્યારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની વિવિધ 17 જેટલી લોક કલ્યાણકારી યોજનાઓ તેના લાભાર્થીઓ સુધી સીધી રીતે પહોંચાડવા માટે તાપી જિલ્લામાં ગતરોજ થી ત્રણ અલગ અલગ તાલુકાઓના ગામો માંથી આ યાત્રા મહાનુભાવોના હસ્તે શરૂ થઈ હતી.
ત્યારે વાલોડ તાલુકાની તાલુકા કક્ષાની આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા બેડકુવા ગામે મહુવાના લોકપ્રિય ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્માંના ગ્રામજનો સહિત તાલુકા અને જિલ્લા કક્ષાના વિવિધ વિભાગના અધિકારીઓ સહિત તાલુકા અને જિલ્લા પંચાયત હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સાથે વાલોડ તાલુકાના ધામોદલા ગામે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. આ યાત્રા તાપી જિલ્લાના 296 ગામડાઓ સુધી આવનાર દિવસોમાં ફરશે, અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ તેના ખરા લાભાર્થીઓને સીધો આપવામાં આવશે. આ પ્રસંગે બેડકુવા ગામે આ યાત્રાને લીલી ઝંડી ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન રાઠોડ, જીલ્લા પંચાયત શાસક પક્ષના નેતા ભુપેન્દ્રભાઈ ગામીત, જીલ્લા પંચાયત સભ્ય જ્યોતિબેન ગામીત, તૃપ્તિબેન પટેલ, પ્રાંત અધિકારી સાગરભાઈ મોવલિયા, જીલ્લા પુરવઠા અધિકારી નેહાબેન સવાણી, વાલોડ મામલતદાર તેજલબેન પટેલ સહિત જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ.નિલેશ ચૌધરી વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ ટ્વિંકલભાઈ પટેલ ,મહામંત્રી ધવલભાઈ શાહ સહિત સરપંચ વિકેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યાના તાલુકા, ગામનાં આગેવાનો ગ્રામજનો અને લાભાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમ સ્થળે સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના સ્ટોલ મૂકવામાં આવ્યાં હતાં. જેમાં ગ્રામના લાભાર્થીઓએ સીધો લાભ લીધો હતો.
000000