મહિલાને નણંદે સાસરીમાં ન રહેવા દેવા ઘરને તાળુ મારી દેતા 181મહિલા હેલ્પ લાઈન મદદે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાની 181 મહિલા હેલ્પલાઇન પર તાપી જિલ્લાના વ્યારા ગામમાંથી એક મહિલાનો કોલ આવ્યો અને જણાવ્યુ કે તેમના નણંદ તેમને તેમના સાસરી માં રહેવા નથી દેતા અને ધરમાં તાળું મારીને જતાં રહ્યાં છે. 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા કાઉન્સિલ કરતાં તેમને જાણવા મળેલ કે મહિલા જ્યારે લગ્ન કરી ને ગયા ત્યારે તેમના સસરા તેમને ધરમાં રાખવા ના પાડતાં, તેઓ સસરાના મકાનની બાજુ માં કાચું ધર બનાવી ને રહેવા લાગ્યા. તેમના સસરા નશો કરતાં હોવાથી મહિલા અને તેમના પતિ ને ખુબ અપશબ્દો બોલતા હતા. તેમના સસરા મકાનમાં એકલા રહેતા હતાં. મહિલાના નણંદ લગ્ન કરી ને જતાં રહ્યાં હતા. આમ ઘણા વર્ષો સુધી મહિલા તેમના પતિ અને બાળકો જોડે કાચા ધર માં રહ્યા. મહિના પહેલા તેમના સસરા બિમાર પડતાં મહિલા અને તેમના પતિ એ તેમની સેવા પણ કરી પરંતુ તેમના સસરા ગુજરી ગયા ત્યારે મહિલાના પતિ તેમના પિતાના મકાનનું સમારકામ કરાવી પિતાના મકાનમાં રહેવાનું નક્કી કર્યું હતું પરંતુ મહિલાના નણંદ તેમના પિતાના ધરમાં આવીને રહેવા લાગ્યા અને થોડા દિવસોમાં તેઓ તાળું મારીને તેમની સાસરી માં જતા રહ્યા. જે મહિલા ને યોગ્યના લાગતાં તેમણે તેમના નણંદને ચાવી લઇને ધરે બોલાવ્યા અને તેમના નણંદ તેમને અપશબ્દો બોલતા બંને પક્ષો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
181 મહિલા હેલ્પલાઇન ની ટીમ દ્વારા બંને પક્ષો નું કાઉન્સિલ કરતાં મહિલા ના નણંદે જણાવેલ કે તેઓ તેમના બાળકો નું વેકેશન છે ત્યાં સુધી જ પિયરમાં રહેવાના છે તેમને સાસરીમાં કામ હતું માટે તેઓ તાળું મારી ને ચાવી લઇ ગયા હતા જે ભુલ તેઓ સ્વીકારતા તેમણે ધર ની ચાવી તેમના ભાઈ ક્યાંતો ભાભી ને આપી જવી હતી માટે તેઓ ફરી આવી ભુલ નહીં કરે અને પિયરમાં આવી ને શાંતિથી રહેશે તેમ જણાવતાં તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બંને પક્ષો વચ્ચે મતભેદ દૂર કરી સારી રીતે રહેવા જણાવી તેમનું સમાધાન કરાવેલ તથા તેમને કાયદાકીય માગૅદશૅન આપ્યુ હતુ.