તાપી જિલ્લામાં સંવિધાન દિવસ (બંધારણ દિવસ)ની ઉજવણી કરાઈ
તાપી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓએ બંધારણ દિવસને અનુલક્ષીને આમુખનું વાંચન કરી શપથ ગ્રહણ કર્યા
—–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૬: તાપી જિલ્લામાં બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે બંધારણના આમુખનું ઓનલાઇન વાંચન કરવા માટે આજરોજ જિલ્લા તેમજ તાલુકા પંચાયત કચેરીએ તેમજ તાલુકા કક્ષાએ સૌ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ વેબિનારના માધ્યમથી જોડાયા હતા.
વર્ષ ૧૯૪૯ માં ૨૬ નવેમ્બરે સ્વતંત્ર ભારતે રાષ્ટ્ર્રના નવા ભવિષ્યનો પાયો નાંખ્યો હતો. ત્યારે આજરોજ ઉપસ્થિત સર્વ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓએ ડો. બાબાસાહેબ આંબેડકર સહિત બંધારણ સભાના તમામ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને બંધારણના આમુખનું વાંચન કર્યું હતું.
વર્ષ ૧૯૪૯ માં ૨૬ નવેમ્બરના રોજ બંધારણનો સ્વીકાર કરાયો હતો. જે બાદ બે મહિના પછી વર્ષ ૧૯૫૦ માં ૨૬ જાન્યુઆરીના રોજ બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કચેરીઓમાં કર્મયોગીઓ દ્વારા રાષ્ટ્રભાવનાને યથાવત રાખવાના હેતુથી શપથ ગ્રહણ કરવામાં આવે છે.
‘બંધારણ દિવસ’ની ઉજવણી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમા બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું.
00000000