ઉંચામાળા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી-તાપી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી દ્વારા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ- રક્ષણ અધિકારી – ડૉ.મનિષા એ. મુલતાનીના અધ્યક્ષતા માં “ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫” ના કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન ઉંચામાળા ગામે સહકારી દુધ ઉત્પાદક મંડળી ખાતે કરવામાં આવેલ હતું.
ડો.મનિષાબેન એ.મુલતાની – દહેજ પ્રતિબંધક અધિકારી સહ- રક્ષણ અધિકારી અને ઇ.ચા. મહિલા અને બાળ અધિકારી તાપી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યક્રમને શુભારંભ કરવામાં આવેલ. કુમારી હેમલતા પંડીત – સીનીયર સિવિલ જજ એન્ડ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, ફુલ ટાઇમ સેક્રેટરી, ડ્રીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી, તાપી દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળની કામગીરી અને કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડેલ. જોશીલાબેન ગુમાને–લીગલ ઓફિસરશ્રી એસ.પી. કચેરી તાપી દ્વારા “ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫” હેઠળની જોગવાઈઓ ખુજ સરળ ભાષામાં રજુ કરી હતી. શ્રી ડિ.એસ. પટેલ – પોલીસ ઇન્સ્પેક્ટર, કાકરાપાર દ્વારા મહિલાઓને સાયબર ક્રાઇમ અને મહિલાઓની સુરક્ષા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ વેલ્ફેર એકશન વ્યારા સંચાલિત જિલ્લા વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર તાપીના જિલ્લા કોર્ડીનેટર મીનાબેન પરમાર દ્વારા ઘરેલું હિંસા થી પિડીત મહિલા ને કાઉન્સિલિંગ કરી સુખદ સમાધાન કરાવવામાં આવે છે.અને કોઈ પણ પ્રકારના ડર કે સંકોચ વીના તમારી રજુઆત કરી શકો છો.અને હમો તમારી મદદ માટે તમારી પડખે છે એવું જણાવ્યું હતું…તથા લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવા અને દિપિકાબેન –બ્રાંચ મેનેજરશ્રી, બેન્ક ઓફ બરોડા, કણજા દ્વારા બેંકની લગતી સુરક્ષા અને (૧) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (૨) પ્રધાનમંત્રી જીવનજ્યોતી વીમા યોજના (૩) કિશાન ક્રેડીટ કાર્ડ (૪) પ્રધાનમંત્રી જન-ધન યોજના (૫) બેન્કિંગ ફ્રોડ અંગેની જાણકારી આપવામાં આવી. રવિનાબેન – WPC સી-ટીમની કામગીરી વિશેની વિસ્તૃત માહિતી પુરી પાડી.
મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તક ચાલતી (૧) વ્હાલી દિકરી યોજના, (૨) ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, (૩) ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, (૪) મહિલા સ્વાવલંબન યોજના, (૫) સખી વન સ્ટોપ સેંન્ટર, (૬) પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, (૭) વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, (૮) બેટી બચાઓ, બેટી પઢાઓ, (૯) DHEW અને અન્ય મહિલાલક્ષી યોજનાઓ મહિલા અને બાળ અધિકારીની કચેરીના વિષય નિષ્ણાંત દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડેલ, કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા યોજનાકીય કીટ અને IECનું વિતરણ કરવામાં આવેલ.
સદર કાર્યક્રમાં કુમારી હેમલતા પંડીત–સીનીયર સિવિલ જજ એન્ડ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ, ફુલ ટાઇમ સેક્રેટરી, ડ્રીસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી, તાપી, ડો.મનિષાબેન એ.મુલતાની – મહિલા અને બાળ અધિકારી તાપી (ઇ.ચા.), લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવા, જોશીલાબેન ગુમાને–લીગલ ઓફિસરશ્રી, એસ.પી. કચેરી તાપી, ડી.એસ. પટેલ – પોલીસ ઇન્સ્પેક્ટર, કાકરાપાર, પી.વી.ધનેશા, પી.એસ.આઇ. મહિલા પોલીસ સ્ટેશન તાપી, વ નોડેલ ઓફિસરશ્રી સી-ટીમ, એન.વી. ચૌધરી- પી.એસ.આઇ. કાકરાપાર, દિપિકાબેન –બ્રાંચ મેનેજરશ્રી, બેન્ક ઓફ બરોડા કણજા, સી-ટીમ તાપી અને કાકરાપાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારી, અનિલભાઇ ગામીત–એફ.એલ.સી.સી. કાઉન્સેલર, ભાનુબેન બી. પટેલ, પ્ર્કૃતિ ચેરીટેબલ ટ્ર્સ્ટના પ્રમુખશ્રી તેમજ ઉંચામાળા ગામના સખી મંડળ, સીવણ ક્લાસના તાલીમાર્થી બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *