તાપી જિલ્લા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
આગામી તા.૨૬મી નવેમ્બર, તા.૦૩ અને ૦૯મી ડિસેમ્બરે ખાસ ઝુંબેશ યોજાશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૨૪: તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા (અ.જ.જા) તથા ૧૭૨-નિઝર (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ જાહેર જનતાને જણાવવાનું કે, મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીનું કાર્યાલય, ગુ.રા. ગાંધીનગર દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝૂંબેશ દિવસ ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર તા.૨૬/૧૧/૨૦૨૩ (રવિવાર), તા.૦૩/૧૨/૨૦૨૩ (રવિવાર) અને તા.૯/૧૨/૨૦૨૩ના દિવસોએ બૂથ લેવલ ઓફિસર્સ સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. સાથે જે નાગરિકો તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ કે તે પહેલા ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરતા હોય અને મતદારયાદીમાં નામ દાખલ કરવાના બાકી હોય તો પોતાના નામ મતદારયાદીમાં દાખલ કરાવવા માટે ફોર્મ નં.૬, મતદાર ઓળખકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા ફોર્મ નં.6(ખ), મૃત્યુ-સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં.૭ તથા ઓળખકાર્ડમાં નામ, અટક, જન્મ તારીખ, ફોટો સુધારવા, સ્થાળંતર માટે ફોર્મ નં. 8 જરૂરી આધાર પુરાવા સાથે ખાસ ઝુંબેશના દિવસોમાં પોતાના વિસ્તારના સબંધિત મતદાન મથકે રજુ કરી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન હક્કદાવા www.voterportal.eci.gov.in અથવા www.voters.eci.gov.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફત પણ રજુ કરી શકાશે. મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે જાહેર જનતાને પુરતો સહકાર આપવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તાપી દ્વારા અખબારીયાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
000