ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રતિનિધિ મંડળે રાજ્યનાં વિવિધ મંત્રીઓ સાથે મુલાકાત યોજી
મંત્રીશ્રીઓને દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવવા સાથે શિક્ષકોનાં પડતર પ્રશ્નો અંગે નમ્ર રજૂઆત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં ગાંધીનગર ખાતે રાજ્યનાં કેબિનેટ કક્ષાનાં મંત્રીશ્રીઓ કુબેરભાઈ ડિંડોર
(આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ), કનુભાઈ દેસાઈ (નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ), ભાનુબેન બાબરીયા (સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ), મૂળુભાઈ બેરા (પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ) તથા રાજ્ય કક્ષાનાં મંત્રીશ્રીઓ મુકેશભાઈ પટેલ (વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા), પ્રફુલ પાનસેરિયા (સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ) અને ભીખુસિંહ પરમાર (અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા) ની શુભેચ્છા મુલાકાત યોજવામાં આવી હતી. આ પ્રતિનિધિ મંડળમાં રાજ્ય સંઘનાં હોદ્દેદારો સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ જોડાયા હતાં.
આ પ્રતિનિધિ મંડળે ગુણવંતી ગુજરાતનાં મંત્રીશ્રીઓને દિપાવલી પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. આ સાથે મંડળે જૂની પેન્શન યોજના, HTAT નાં નિયમો સહિતનાં વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે સઘન ચર્ચા વિચારણા હાથ ધરી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.