તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા 18: તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા,ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ હતી. જેમાં નાગરિક ખરડા, એ.જી.ઓડીટ પેરા, પડતર કાગળો, ખાતાકિય તપાસ, ગુજરાત તકેદારી આયોગ તરફથી મળેલા પ્રશ્નો, સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓના રેફરન્સ પ્રશ્નો તથા ગત બેઠકમાં રજુ થયેલા પ્રશ્નોનો એક્શન ટેકન રીપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિવિધ બાબતોની સમિક્ષા કરતા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગે ગેરકાયદેસર બાંધકામોએ નોટીસ આપી દુર કરાવવા, તાપી જિલ્લાના નિવૃત થતા કર્મચારીઓના કાગળો એક વર્ષ પહેલા જ તૈયાર કરવા અને તેમજ ખાતાકિય તપાસ જડપી પુરી કરવા તથા ૧૫ વર્ષ જુના વાહનો સ્ક્રેપમાં મોકલવા જણાવ્યું હતું.
તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ, નાયબ વનસંરક્ષકશ્રી, ઇંચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તથા વ્યારા પ્રાંતશ્રી સાગર મોવાલીયા, સહિત સંકલન સમિતીના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000