દિવાળીના રોજ પાકિસ્તાનથી ભારતીય માછીમારોની ઘર વાપસી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મત્સ્ય વિભાગ ગુજરાત સરકારના પ્રયાસથી દિવાળીના રોજ ૮૦ ભારતીય માછીમારોની ઘર વાપસી થઈ. મોટાભાગમાં સર્વ માછીમારો ગીર સોમનાથ, ઓખા, પોરબંદર અને દીવ વિસ્તારના છે. માછીમારોને પરત લાવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ટીમ બાઘા બોર્ડર ઉપર ગઈ હતી. જે ટીમનો નેતૃત્વ શ્રી જી. એલ. ગોહેલ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, ઉકાઈ દ્વારા કરવામાં આવેલ હતું, તેમજ ડો. પી. જે. મહિડા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક પોરબંદર, શ્રી કે. ડી. દવે મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક વડોદરા, શ્રી ડી. એચ. દવે મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક રાજપીપળા, શ્રી. એ. એ. મકરાણી મત્સ્ય અધિકારી જાફરાબાદ ટીમના સભ્ય તરીકે હાજર રહેલ હતા. ખરેખર ઘર વાપસી થયેલા માછીમારોના પરિવારના સભ્યોમાં આનંદની લહેર છે.