ટોયોટો ઇટીઓસ લીવા કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક આરોપીને રૂ. 5.64 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપીના પી.આઈ.શ્રી આર.અમે. વસૈયા, એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ- ફર્લો સ્ટાફના પોલીસ માણસો સાથે વાલોડ વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળેલ કે “ એક ઇસમ ને.હા.નં.-૫૩ સોનગઢથી સુરત જતા રોડ પર એક સફેદ કલરની ટોયોટો ઇટીઓસ લીવા કાર નં.-GJ-05-JA-5044માં પાછળના ભાગે સેલવાસ ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ધરમપુર, વાંસદા થઇ બાજીપુરા થઇ બારડોલી તરફ જનાર છે “ જે બાતમી આધારે ને.હા.નં. ૫૩ પર બાજીપુરા બાયપાસ કટ પર આવી અલગ અલગ ટીમ બનાવી વ્યારા બારડોલી વાળા ટ્રેક પર વોચમાં હતાં તે દરમ્યાન વ્યારા તરફથી બાતમીવાળી સફેદ કલરની ટોયોટો કાર આવતા જેને પોલીસના માણસોએ લાકડીના ઇશારે રોકવાનો પ્રયત્ન કરતા કારચાલકે પોતાનુ વાહન ઉભું નહિ રાખી આગળ હંકારી જતા ખાનગી વાહનો બેસી ઉપરોક્ત ટોયોટો ઇટીઓસ લીવા કારનો પીછો કરી તીતવા ગામની સીમમા મઢીગામ તરફ જતા રોડ પર ઉમીયા ટીમ્બર માર્ટથી આશરે ૫૦૦ મીટર આગળ તે કારને ખાનગી વાહનો દ્વારા આયોજન પુર્વક કોર્ડન કરી, રોકી લઇ ગાડી ચેક કરતા ભારતીય કંપની બનાવટ અલગ અલગ બ્રાન્ડનો વ્હિસ્કીનો ઇંગ્લીશ દારૂનો જથ્થો છુટી બોટલોવાળો ભરેલ હોય આરોપી ભાવેશભાઇ મોહનભાઇ પ્રજાપતિ ઉ.વ ૪૨, રહે. હાલ ઘર નં- ૪૬, શગુન સોસાયટી, સાયણ રોડ ઓલપાડ, તા.ઓલપાડ જી.સુરત, મુળ રહે. જાગૃતીનગર, ધોરાજીરોડ, જેતપુર, તા.જેતપુર જ,રાજકોટને તેના કબ્જાની ખોટી નંબર પ્લેટ વાળી ટોયોટો ઇટીઓસ લીવા કાર નં.- GJ-05-JA— 5044, આશરે કિં. રૂ. ૪,૦૦,૦૦૦/- માં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો કુલ-૮૦૪, કુલ કિંમત રૂ. ૧,૬૨,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ- ૦૧, કિં.રૂ. ૨,૦૦૦/-, તમામની કુલ મળી કુલ્લે રૂ. ૫,૬૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી આ આરોપીઓ વિરૂધ્ધમાં ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી અર્થે વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ –

પો.ઇન્સ.શ્રી આર.એમ. વસૈયા, એલ.સી.બી. તાપી તથા પેરોલ-ફર્લો સ્કોડના અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ તથા એલ.સી.બી. સ્ટાફના અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ વસાવાએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other