કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ડાંગ ખાતે મિલેટના માર્કેટિંગ વિષય ઉપર ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરાયું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ડાંગ ખાતે મિલેટ ના માર્કેટિંગ વિષય ઉપર ત્રણ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

ડાંગ જીલ્લામાં વઘઈ ખાતે આવેલ નવસારી કૃષિ યુનિવર્સીટીનું ખેડૂતોને માહિતી આપતું કેન્દ્ર એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈ ખાતે “Agriculture marketing and future of millet at international level” વિષય પર ત્રણ દિવસીય વર્કશોપનું નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એગ્રીકલ્ચર માર્કેટિંગ, જયપુર (રાજસ્થાન) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના સંયુક્ત ઉપક્રમે તા. ૭,૮,૯ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન ત્રીદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપનો મુખ્ય ઉદેશ ડાંગ જિલ્લાના ખેડૂતોને બધી ખેતપેદાશો અને ચીજવસ્તુમાંથી મુલ્યવર્ધિત કરી સારું માર્કેટીગ મેળવી આર્થિક ઉપાજન મેળવતો થાય તેવો હતો. આ કાર્યક્રમમાં ડૉ. એન.એમ.ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન.કૃ.યુ.નવસારી ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહી ખેડૂતોને મિલેટ અને તેનું મુલ્યવર્ધિતના ફાયદા જણાવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ એમ. ગાવિત, તાલુકા વિકાસ અધિકારી શ્રી સુહાસભાઈ ગવાંદે, ડૉ. જે.જે.પસ્તાગીયા આચાર્યશ્રી કૃષિ મહાવિદ્યાલય, વઘઈ, ડૉ. એચ. ઈ.પાટીલ સહ સંશોધન વૈજ્ઞાનિક, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, વઘઈ, ડૉ.એસ.આર.સિંહ, ડેપ્યુટી ડીરેક્ટ એન.આઈ.એ.એમ.(Online) અને ડૉ. જે.બી.ડોબરીયા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા , કે.વી.કે., વઘઈ એ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ ક્રાર્યક્રમમાં અલગ અલગ વિષયો ઉપર મિલેટ અને અન્ય ખેત પેદાશોના માર્કેટિંગ બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને હલકા ધાન્ય કે અન્ય ચીજ વસ્તુમાંથી મુલ્ય વર્ધિત કરી તેનું બહારથી આવતા પ્રવાસીઓમાં વેચાણ કરી સારી આવક મેળવવા બાબતે ભાર મુકવામાં આવ્યું હતો. જે અંતર્ગત કે.વી.કે., ન.કૃ.યુ., વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે.બી.ડોબરીયા દ્વારા ખેડૂતોને મિલેટ થી અવગત કરાવી અન્ય હલકા ધાન્ય પાકોની ખેત પધ્ધતિ, ઉત્પાદન, પેકિંગ અને માર્કેટિંગ વિષે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ વાર્કશોપમાં ૧૦૦ જેટલા ખેડૂત ભાઈઓ – બહેનોને સતત ત્રણ દિવસ સુધી ભાગ લઇ અલગ અલગ વેચાણને લગતા વિષયો ઉપર માહિતી મેળવી હતી તથા કે.વી.કે., વઘઈ ના વિવિધ નિદર્શન યુનિટ, હલકા ધાન્ય અને કૃષિ કોલેજ વઘઈના મ્યુઝિયમની મુલાકાત, ફાર્મ તેમજ મિલટના ડેમો યુનિટની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ખેડૂતો જીલ્લા બહાર સારું માર્કેટિંગ કરવા કટીબધ્ધ થયા હતા. કાર્યક્રમના અંતે આ ત્રિદિવસીય વર્કશોપમાં ભાગ લેનાર વ્યક્તિને વિષય અનુસંધાન પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other