બારડોલીના શ્રીજ્વાળા દેવી માતાના મંદિરે રાખવામાં આવેલ પાટોત્સવ, સાલગીરી અને આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરાયો

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : બારડોલી ખાતે આવેલા મૈસુરિયા /ભાટીયાના કુળદેવી જવાળામુખી માતાજીના મંદિરનો પાટોત્સવ સાલગીરી અને માતાજીનો આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. નોવેલ કોરોના વાઈરસ (COVID-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સામે અગમચેતીના ભાગરૂપે અને કોરોના વાયરસના વધુ પ્રસાર ન થાય તેની સાવચેતી રૂપે સુરત જિલ્લાના બારડોલીના શ્રીજ્વાળા દેવી માતાના મંદિરે રાખવામાં આવેલ કાર્યક્રમો તારીખ 1- 4- 2020 બુધવાર માતાજીના આઠમનો હોમ -હવન કાર્યક્રમ તેમજ 6 -4 -2020 સોમવારના રોજ મંદિરનો પાટોત્સવ સાલગીરી તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ રદ કરવામાં આવેલો છે. જેની મૈસુરિયા /ભાટીયા સમાજના તેમજ સૌ ભક્તોએ નોંધ લેવા વિનંતી. બારડોલી પ્રદેશ મૈસુરિયાં ટ્રસ્ટી મંડળે એક અખબાર યાદીમાં જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *