તાપી જિલ્લામાં માત્ર 14 અખબારોની નોંધણી થઈ છે એ વાત તદ્દન ખોટી છે !! (જૂઓ આર.એન.આઈ.નાં પુરાવા)
તાપી જિલ્લામાં માત્ર 14 અખબારોની નોંધણી થઈ છે એ એ વાત ખોટી છે !! (જૂઓ આર.એન.આઈ.નાં પુરાવા)
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં 14 અખબારોની નોંધણી થઈ છે એવા અહેવાલો આર.એન.આઈ.નો હવાલો આપીને પ્રસિદ્ધ થયા છે જે સત્યથી વેગળા છે.
રજીસ્ટર ન્યૂઝ પેપર ઓફ ઇન્ડિયાની કચેરીમાં તાપી જીલ્લામાંથી
અહેવાલમાં જણાવાયું છે કે તાપી જીલ્લામાં નોંધણી થયેલા કુલ 4 (ચાર) દૈનિક અખબારો છે પરંતુ સાચી હકીકત જોઈએ તો કુલ 6 (છ) દૈનિક અખબારો તાપી જીલ્લામાંથી આર.એન.આઈ.માં નોંધાયેલ છે. આર.એન.આઈ.નો હવાલો આપી પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં એકમાત્ર સાચી વાત એ છે કે તાપી જીલ્લામાં ફકત એક જ પાક્ષિક અખબારની નોંધણી થયેલ છે.
હવે વાત કરીએ તાપી જીલ્લામાં નોંધણી થયેલા સાપ્તાહિક અખબારોની તો આર.એન.આઈ.નો હવાલો આપી પ્રસિદ્ધ કરાયેલ અહેવાલમાં નોંધણી થયેલા સાપ્તાહિક અખબારોની સંખ્યા 9 (નવ) બતાવવામાં આવી છે, જે ખોટું છે તાપી જીલ્લામા નોંધણી થયેલા સાપ્તાહિક અખબારોની સંખ્યા કુલ 11(અગીયાર) છે.
આ ઉપરાંત તાપી જીલ્લામાંથી પ્રસિધ્ધ થતા કેટલાક સાપ્તાહિક અખબારો હાલ નોંધણીની પ્રક્રિયા હેઠળ છે જેઓને આર.એન.આઈ. દ્વારા ટાઈટલ વેરીફાય કરી આપવામાં આવેલ છે, જેમકે “વ્યારા મિરર”. આવા અન્ય અખબારો પણ ખરા.