ઉમરપાડા તાલુકાના કેવડી ગામમાં કોરોના વાઇરસના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : ઉમરપાડા તાલુકાના કેવડી ગામમાં કોરોના વાઇરસ અને અન્ય બીમારીને નો એન્ટ્રી તાજેતરમાં કોરોના વાયરસ એ વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે તેની અસર ગુજરાતના પઢીયાર વિસ્તારમાં પણ દેખાઈ રહી છે અને નિર્દોષ પ્રજાનો ભોગ ન લેવાય તે માટે દરેક વિસ્તારના ગમે તે માધ્યમથી પ્રચાર અને પ્રસાર અને આયુર્વેદિક ઔષધી નો ઉપયોગ થકી કોરોના વાયરસને નો એન્ટ્રી કોશિશ થઈ રહી છે કેવડી ગામમાં પણ આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ભાવેશ મિસ્ત્રી અને ચિટલદા આયુર્વેદિક દવાખાના ડોક્ટર અને સુરત જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ સામસિગ ભાઈ વસાવા અને કેવડી ગામના સરપંચ વનીતાબેન વસાવા અને ઉમરપાડા તાલુકાના ભાજપ મહામંત્રી અમિષભાઈ વસાવા. ઉમરપાડા સરપંચ રમીલાબેન પ્રકાશભાઈ વસાવા . ભાજપ પ્રમુખ વાલજીભાઈ વસાવા તથા માજી જીલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ શાંતિલાલભાઈ વસાવા. વાડીગામના ભાજપના અગ્રણી ભુપેન્દ્રભાઈ વસાવા દ્વારા અભ્યાન રૂપે કેવડી ગામમાં મેન બજારમાં મહાવીર મેડિકલ સ્ટોર સ્ટોર પાસે સતત નાની-નાની બીમારી અને કોરોના વાઈરસના પ્રતિકાર માટે આયુર્વેદિક ઉકાળો બનાવી પીવડાવવાનો ઉમદા કાર્ય કર્યું હતું જેમાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કેવડી ગામના સરપંચ વનીતાબેન વસાવા અને અમિષભાઈ વસાવા અને સામ સિગભાઈ વસાવાના સહયોગથી આ ઉકાળો પીવાનો સામૂહિક ઝુંબેશને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે.