વાંકલ ગ્રામ પંચાયતે કોરોના વાઇરસથી બચવા તકેદારીના પગલા ભરવા તાત્કાલિક મિટિંગ બોલાવી
ખાણી અને પીણીના લારી અને ગલ્લા અને હોટલોમાં સેનેટરાઈઝર, હેન્ડવૉશ ફરજિયાત રાખવાની સુચના આપી હતી
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામ પંચાયત દ્વારા કોરોના વાયરસથી બચવા સાવચેતીના પગલા ભરવા માટે તાત્કાલિક ધોરણે સરપંચના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલા સભ્યોની મીટીંગ યોજાઇ હતી જેમાં જાહેર સ્થળો ઉપર થુકવા શાહિત ગંદકી ફેલાવનારા વિરુદ્ધ સરકારના પરિપત્ર મુજબ દંડનીય કાર્યવાહી કરવી અને તારીખ 22 ના રોજ જનતા કરફયૂમાં જોડાવા મુદ્દે લોકોને અપીલ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરપંચ ભરતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ મિટિંગમાં કોરોના વાયરસ સામે તકેદારીના પગલારૂપે વાંકલ ગામમા લારી અને ગલ્લાવાળા, હોટલો, રેસ્ટોરેન્ટવાળા અને ખાણી-પીણીની વસ્તુ વેચનારા વેપારીઓને જાહેર નોટીસથી સુચના આપવામાં આવેલ છે જેમાં દરેકે સેનેટાઈજર અને હેન્ડવોશ ફરજિયાત રાખવું નહીં રાખનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગંદકી કરનારા. જાહેર થુકનારા વિરુદ્ધ રૂપિયા 50થી 500 સુધીનો દંડ ફટકારવામાં આવશે. વધુમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ જાહેર અપીલ તારીખ ૨૨મી મેના રોજ સવારે 7થી રાત્રિના 9 કલાક સુધી પોતાના ઘરમાં રહી જનતા કરફ્યુ માં જોડાવા માટે વાંકલ ગામ પંચાયત દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.