આહવા/વઘઇના ગ્રંથપાલને અપાયું નિવૃતિ વિદાયમાન

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : : તા: ૩૧: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તથા પ્રવેશ દ્વાર વઘઇ ખાતે ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા શ્રી દયારામભાઈ લાડનો નિવૃતિ વિદાય સભારંભ યોજાયો હતો.

સને ૬/૨૦૧૦ થી ડાંગ જિલ્લાના આહવા તથા વઘઇ ખાતે સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે સેવા બજાવતા શ્રી દયારામભાઈ લાડ પાસે, ડાંગ સહિત વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના પુસ્તકાલયનો પણ વધારાનો હવાલો હતો.

તા. ૩૧મી ઓક્ટોબરે વય નિવૃતિ થનારા આ ગ્રંથપાલશ્રીએ તેમની સરકારી ગ્રંથાલય વિભાગથી સેવાની શરૂઆત, સને ૧૯૯૧ નલિયા (કચ્છ) થી શરૂ કરી હતી. ત્યાર બાદ તેઓ ધરમપુર, નિઝર, સુરેન્દ્રનગર અને ડાંગ જિલ્લામાં સેવા બજાવી ચુક્યા છે.

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા હસ્તકના સરકારી પુસ્તકાલય-ધરમપુર ખાતે નિયમિત ફરજ ઉપરાંત કપરાડા, વઘઇ અને આહવાના ઇન્ચાર્જ ગ્રંથાલય તરીકે સેવા નિવૃત થયેલા શ્રી દયારામભાઈ લાડને, આહવા તથા ધરમપુર ખાતે વિદાયમાન અપાયું હતું.

૩૨ વર્ષ અને ૭ માસથી સેવા બાદ નિવૃત થયેલા શ્રી લાડે સૌ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other