વ્યારા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા વિશેના “ભીંત સૂત્રો અને ભિંતચિત્રો” થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ
લોકોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :. તા 31: રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત દેશભરમાં અનેકવિધ થીમ હેઠળ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. સ્વચ્છતા સર્વોપરીના મંત્ર સાથે લોકો પણ આ ઝુંબેશમાં જોડાઈને ઘરેઘર સ્વચ્છતાનો સંદેશ પહોંચાડી રહ્યા છે.
જેને અનુલક્ષીને તાપી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ વેગવાન બનાવવામાં આવ્યું છે. તાપી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ વ્યારા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા વિશેના “ભીંત સૂત્રો અને ભિંત ચિત્રો” દોરવામાં આવ્યા હતા. નગરપાલીકા દ્વારા ભીંત સુત્રો જેવી પ્રવૃતિઓ થકી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ પ્રવૃતિઓમાં સ્થાનિક બાળકો તથા નગરપાલીકાના લોકોને સામેલ કરી જીવનમાં સ્વચ્છતાની જરૂરીયાત તથા તેના મહત્વ અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. જેમાં લોકોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી. આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલીકા પ્રમુખશ્રી રિતેષ ઉપાધ્યાય, ચીફ ઓફિસરશ્રી વંદના ડોબરીયા, માજી પ્રમુખશ્રી સેજલ રાણા સહિત વિવિધ પદાધિકારીઓ અને નગરપાલીકાના કર્મચારીશ્રીઓ પણ સહભાગી થયા હતા.
00000