તાપી જિલ્લામાં આયુષ વિભાગ દ્વારા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ” નિમિતે વ્યારા ખાતે આગામી તા.૨૭ મી ઓક્ટોબરે આયુષ મેળાનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારાaayus) : તા.25: તાપી જિલ્લામાં “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” અંતર્ગત “આયુર્વેદ ફોર વન હેલ્થ” થીમ અને આયુર્વેદ ફોર એવરી વન ઓન એવરી ડે (હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ) ટેગ લાઇન હેઠળ જિલ્લા કક્ષાએ આયુષમેળાનું આયોજન આગામી તા.૨૭-૧૦-૨૦૨૩ના રોજ દક્ષિણાપથ હાઇસ્કુલના ગ્રાઉન્ડ, વ્યારા ખાતે સવારે ૦૯.૦૦ કલાકે કરવામાં આવ્યું છે.
આ બાબતે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીએ માહિતી આપતા જણાવ્યું કે, આયુષમેળા અંતર્ગત મફત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પના આયોજન સાથે સાથે અગ્નિકર્મ દ્વારા પેઇન મેનેજમેન્ટ એટલે કે દુખાવા મટાડવાની સારવાર, પોષ્ટીક વાનગીઓના સ્ટોલનું પ્રદર્શન, ઔષધિય વનસ્પતિ અને રસોડાના ઔષધોનું પ્રદર્શન તથા માર્ગદર્શન આપવામાં આવશે. આયુર્વેદ અને હોમિયોપેથી પધ્ધતિ દ્વારા જુના હઠીલા રોગોનું નિદાન કરી મફત દવાનું વિતરણ પણ કરવામાં આવશે.
00000000