પ્રદેશ કક્ષાનાં યુવક ઉત્સવમાં તાપી જિલ્લાની માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં સ્પર્ધકો ઝળક્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ,ગાંધીનગર દ્વારા બોડેલી(છોટા ઉદેપુર) મુકામે દક્ષિણ પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો હતો. જેમાં સુરત,સુરત ગ્રામ્ય,નવસારી,વલસાડ,ડાંગ,ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાનાં સ્પર્ધકોએ વિવિધ રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. જેમાં તાપી જિલ્લાની માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓમાં ગામીત કેયુર સંજયભાઈ-લોકવાદ્ય સંગીતમાં પ્રથમ ક્રમ, રાજપૂત વરુણ અજયસિંહ-નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ, કામડી દીપિકા નામદેવભાઈ-શાસ્ત્રીય નૃત્ય કુચીપૂડીમાં પ્રથમ ક્રમ, મોહિન્તી સુજાતા વસંતભાઈ-શાસ્ત્રીય નૃત્ય ઓડિસીમાં પ્રથમ ક્રમ, ભોયે નેહા આનંદભાઈ-શાસ્ત્રીય નૃત્ય મણિપુરીમાં પ્રથમ ક્રમ,અને કોંકણી સમીરભાઈ વિજયભાઈ-શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમમાં તૃતીય ક્રમે વિજેતા થયા હતા.તાપી જિલ્લાની અન્ય શાળાના વિદ્યાર્થીઓમાં આંબલીયા મનીષાબેન પ્રથમ ક્રમે, ચિત્રકલામાં ગામીત અંજલિ તૃતીય ક્રમે, સર્જનાત્મક કારીગીરીમાં ગામીત જીજ્ઞાશા તૃતીય ક્રમે, લગ્નગીતમાં ગામીત સંજના દ્વિતીય ક્રમે,શીઘ્ર વકૃત્વમાં વસાવા કામાક્ષી દ્વિતીય ક્રમે અને ગીટારમાં પટેલ શૈશવ તૃતીય ક્રમ મેળવ્યો હતો. માઁ શિવદૂતી સાયન્સ સ્કૂલનાં ચરમેનશ્રી અજયસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તાપી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અમૃતાબેન ગામીતે જણાવ્યું હતું કે પ્રદેશ કક્ષાએ પ્રથમ, દ્વિતીય ક્રમ મેળવનાર સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેશે. અને રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.