સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે ભારત સરકારના સ્વદેશી 4G સૈચ્યુરેશન બીએસએનએલ મોબાઈલ ટાવરનો વિધિવત શીલાન્યાસ કરાયો

Contact News Publisher

તાપી જિલ્લાના પદમડુંગરી જેવી પાવન ભુમી પરથી રૂ.૧૪૮.૫ કરોડના કુલ ૧૧૨ 4G મોબાઇલ ટાવરોનો સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે શીલાન્યાસ

તાપી જિલ્લાના અંતરિયાળ ગામોની વર્ષો જુની માંગ આજે આ 4G મોબાઇલ ટાવર ઉભા થવાથી પુરી થશે:- સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા

ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડિજિટલ ઇન્ડિયાની મુહિમ અંતર્ગત ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા થકી સૌથી વધારે 112 ટાવર સ્થાપનાર રાજ્યના અને કદાચ દેશના એકમાત્ર સાંસદનું સૌભાગ્ય શ્રી પ્રભુ વસાવાના ફાળે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૧ ભારત સરકારની દુરસંચાર વિંગ બીએસેએનએલ અંતર્ગત દક્ષિણ ગુજરાતના બિજનેસ ક્ષેત્ર સુરત સર્કલ દ્વારા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ખાતે ભારત સરકારના સ્વદેશી 4G સૈચ્યુરેશન બીએસએનએલના કુલ ૧૧૨ 4G મોબાઇલ ટાવરોનો શીલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.

આ ઐતિહાસિક રીતે પદ્માવતી અને પાવન ભુમી તરીકે ઓળખાતા પદમડુંગરી ગામથી ભારત સરકારના સ્વદેશી 4G સૈચ્યુરેશન બીએસએનએલ મોબાઈલ ટાવરનું સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે રૂ.૧૪૮.૫ કરોડના કુલ ૧૧૨ 4G મોબાઇલ ટાવરોનો શીલાન્યાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડિજિટલ ઇન્ડિયાની મુહિમ અંતર્ગત ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા થકી સૌથી વધારે તાપી જિલ્લામાં ૧૧૨ ટાવર સ્થાપવાનું સૌ ભાગ્ય આજે મને મળ્યું છે.

આજે તાપી જિલ્લામાં ૧૧૨ જેટલા સ્વદેશી 4G મોબાઇલ ટાવરો બનાવી દેશમાં ડિઝિટલ ઇન્ડિયાને સાર્થક કરવાના આપણા ભારત દેશના વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે.

વધું મા ઉમેર્યું હતું કે તાપી જિલ્લાના ગામડાઓની વર્ષો જુની માંગ હતી. જે આ મોબાઇલ ટાવર ઉભા થવાથી પુરી થશે. વર્ષ 2020માં આવેલી કોરોના મહામારીએ મોબાઈલ નેટવર્કની મહત્વતા આપણને સમજાવી દીધી છે. આજે નેટવર્ક વગર કશું ચાલતું નથી, શિક્ષણ હોય કે આરોગ્ય વિષયક માહિતીથી સભર રહેવા આજે ઇન્ટરનેટ ખુબજ જરૂરી છે.

બીએસએનએલના જનરલ મેનેજર દ્વારા 4જી યુએસઓ સેચ્યુરેશન પ્રોજેક્ટ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં BSNL USO 4G ના માત્ર ૧૫ ટાવરને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અથાક પ્રયાસોથી વધુ ૮૦ ટાવર મંજૂર થયા એમ આજે સમગ્ર તાપી જિલ્લામાં કુલ૧૧૨ ટાવર મંજૂર કરવામાં આવ્યા છે.

*બોક્ષ-* નોધનિય છે કે તાપી જિલ્લાના ડોલવન તલુકામાં ૧૧, કુકરમુંડા ૦૫, નિઝર ૦૫, સોનગઢ ૫૦, ઉચ્છલમાં ૦૬, વ્યારા ૨૩ વાલોડ ૧૨ ટાવર બનશે. એક ટાવર કુલ રૂ.૧.૩૩ કરોડ એમ તાપી જિલ્લામા રૂ.૧૪૮.૫ કરોડના ૧૧૨ 4G મોબાઇલ ટાવરો સોલાર સિસ્ટમ અને આધુનિક ટેકનોલોજી સાથે બનશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, બીએસએનએલના જનરલ મેનેજરશ્રી સંજીવ સિંધવી, નાયબ વનસંરક્ષક શ્રી પુનિત નૈયર, બીએસએનએલના સુરત- તાપી જીલ્લાનો કાર્યભાર સંભાળતા એ જી એમ શ્રીમતી સપના ગંગવાર સહિત અધિકારી કર્મચારીઓ, ડોલવણ તાલુકાના પધાધિકારીઓ, ગામના સંરપંચશ્રી તથા ગામના આગેવનો ઉપસ્થિત રહ્યા હતા.
000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *