કે.વિ.કે. અને કામધેનુ યુનિવર્સીટી ઉકાઈનાસંયુક્ત ઉપક્રમે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી, ડેડિયાપાડા અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી અર્થે બે દિવસીય તાલીમ “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” આયોજન તારીખ ૧૬- ૧૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ નર્મદા જિલ્લાના વેડછા ગામના કરવામા આવ્યો.
આ કાર્યક્રમમાં કે. વી. કે. ડેડિયાપાડાના વૈજ્ઞાનિકો ડો. વી. કે. પોશિયા, ડો. મીનાક્ષી ત્રિપાઠી અને સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે હાજર રહેલ હતા. ડો. સ્મિત લેન્ડે અને એમની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. આ તાલીમ ખરેખર અત્રેના વિસ્તારના બહનો માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદાકારક નિવડશે.