માંગરોળ અને ઉમરપાડાના દેવઘાટ અને બણભા ડુંગર પ્રવાસન કેન્દ્રો કોરોના વાઈરસના જોખમે વનવિભાગે 31 માર્ચ સુધી બંધ કર્યા છે

Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર અને ઉમરપાડાનું દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના વાયરસના જોખમના પગલે વન વિભાગ દ્વારા ૩૧મી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.. માંગરોળ તાલુકાના સણધરા ગામે આવેલ બણભા ડુંગર પ્રવાસન કેન્દ્રમા કુદરતી સૌંદર્યની મજા માણવા સહેલાણીઓ આવતા હોય છે જેમાં શનિ અને રવિ રજાના દિવસોમાં આ પ્રવાસન કેન્દ્ર સહેલાણી ઓથી ઉભરાઇ જાય છે પરંતુ હાલમાં કોરોના વાયરસના જોખમના કારણે તકેદારીના પગલાંરૂપે વાંકલ વનવિભાગ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર . ગંભીરભાઈ વસાવા દ્વારા બણભા ડુંગર પ્રવાસન કેન્દ્ર ને બંધ કરી દેવામાં આવ્યો છે બીજી તરફ ઉમરપાડાના દિવતણ ગામે આવેલ દેવઘાટ પ્રવાસન કેન્દ્રમાં પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે અને કુદરતી સૌંદર્યની મજા મજા માણતા હોય છે પરંતુ હાલમાં વનવિભાગ દ્વારા કોરોના વાઈરસના જોખમ ના કારણે ઉપરોક્ત પ્રવાસન કેન્દ્ર બંધ કરવામાં આવ્યો છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકા અને ઉમરપાડા તાલુકાના બંને પ્રવાસ કેન્દ્રો બંધ કરી તકેદારીના પગલા વનવિભાગ દ્વારા કરવામાં આવ્યા છે… દેવઘાટમાં શનિ અને રવિમાં સહેલાણીઓનો ઘસારો રહે છે.. ઉમરપાડાની વડપાડા વનવિભાગ રેન્જ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર. ભોલે સિગ્ વસાવાએ જણાવ્યું કે દેવઘાટ પ્રવાસન કેન્દ્રમાં શનિ અને રવિવારની રજા દરમિયાન સુરત. નર્મદા. તાપી સહિત આજુબાજુના સહેલાણીઓ આવે છે તેમજ મહારાષ્ટ્ર રાજ્યના સહેલાણીઓ પણ દેવઘાટ આવે છે તેમજ દેવઘાટ પ્રવાસની સાથે ધાર્મિક સ્થળ હોવાથી દરરોજ 200થી300 જેટલા લોકો આવે છે જે હાલ કોરોના વાઈરસના જોખમથી દેવઘાટ પ્રવાસન કેન્દ્ર 31 માર્ચ સુધી બંધ કરવા માં આવ્યું છે.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *