ઉમરપાડા તાલુકાના વાડી ગામનો હાટ બજાર ૩૧ મી માર્ચ સુધી બંધ રહેશે
Contact News Publisher
(નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના વાડીગામે દર રવિવારે હાટ બજાર ભરાય છે જેમાં આજુબાજુના વિસ્તારના 30 થી ૪૦ ગામડામાંથી ખેડૂતો ફેરિયાઓ તથા વેપારીઓ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ વેચવા આવે છે જેમાં આજુબાજુના લોકો જીવન જરૂરિયાત ખરીદવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે જેથી હાટ બજારમાં ભાડે ભીડ રહે છે સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી ફફડી ઉઠયું છે જેના સલામતીના ભાગરૂપે વાડી ગામ પંચાયત ના સરપંચ સપનાબેન વસાવા તથા માજી સરપંચ અને ભાજપના અગ્રણી ભુપેન્દ્રભાઈ વસાવા. તાલુકા પંચાયત ના સભ્ય નરપતભાઈ વસાવાએ દર રવિવારે વાડીગામ એ ભરાતો હાટ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે હાલની પરિસ્થિતી જો તા સરકારના ધારાધોરણ મુજબ 31 માર્ચ સુધી બંધ રહે છે