૧૬ ઓકટોબરના ૧૧ વાગ્યે તમામ મોબાઇલમાં એક સાથે રિંગ વાગશે
આગામી ૧૬ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ કલાકે ‘સમગ્ર ગુજરાત રાજ્યમાં Large Scale Testing of Cell Broadcast થનાર છે*
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૪ ‘સમગ્ર રાજ્યમાં આગામી તા.16 ઓક્ટોબરના રોજ સવારે ૧૧ કલાકે Large Scale Testing of Cell Broadcast’થનાર છે. આ ટેસ્ટિંગ, વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઇલ ઉપકરણોમાં મળશે, “આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ” છે, જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગના સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલ છે.
આપત્તિના સમયે ભારે વરસાદ/વાવાઝોડું/પુરની સ્થિતિમાં અસર થનાર વિસ્તારના લોકોને અગાઉથી સાવચેત કરવા માટે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનો ઉપયોગ થનાર છે.
આ માત્ર ટેસ્ટિંગ હોવાથી લોકોને ગભરાટ ન રાખવા તથા ચિંતિત ન થવા ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા જણાવાયું છે.