મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા વિશ્વ કપાસ દિવસ નિમિત્તે નિઝર ખાતે ખેડુત કાર્યશાળા યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિશ્વ કપાસ દિવસ એ CCI-ICAR-CICR Cotton BMPs Extension Project હેઠળ નિઝર ખાતે ખેડુત કાર્યશાળા યોજાઈ.

“વિશ્વ કપાસ દિવસ” ની ઉજવણીના ભાગ રૂપે મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરત દ્રારા CCI-ICAR-CICR Cotton BMPs Extension Project અંતર્ગત કપાસ ઉગાડતા ખેડુતોને યોગ્ય વૈજ્ઞાનિક માર્ગદર્શન મળી રહે તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, નિઝર, જી. તાપી સ્થળે આજ રોજ એક “ખેડુત કાર્યશાળા” નું આયોજન કરવામાં આવેલ હતુ.જેમા ૨૫૩ ખેડૂતો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સમારંભના અધ્યક્ષશ્રી અને ઉદ્દઘાટક, ડો. ઝેડ. પી. પટેલ, માનનીય કુલપતિશ્રી ન.કૃ.યુ., નવસારીએ પોતાના વ્યક્તવ્યમાં કૃષિ યુનિવર્સિટી દ્રારા ખેડુતોના વિકાસ માટે અને આર્થિક સધ્ધરતા માટે કરવામાં આવેલ પ્રયત્નોને બિરદાવ્યા અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્રારા તૈયાર કરવામાં આવેલ નવી પ્રોડકટ અને મૂલ્યવર્ધન અંગે જાણકારી આપતા જણાવ્યું કે, બાયો ફર્ટીલાઇઝર્સ તથા બાયો પેસ્ટીસાઇડ તેમજ ચીકુનો ગોળ તથા વાંસમાંથી બનતી વિવિધ ચીજ વસ્તુઓ બનાવવા થયેલ સંશોધન અને મળેલ સફળતા અને પ્રચાર અંગે ખુશી વ્યક્ત કરી. વધુમાં ખેડૂતો દ્રારા તાપી નદીના પાણી સંગ્રહ વિસ્તારમાં આગવી કોઠાસૂઝથી કરવામાં આવતી ખેતી બાબતની માહિતી જાણી ખેડૂતોને બિરદાવ્યા. વિશ્વ કપાસ દિવસ ના સફળતાપુર્વક આયોજન માટે સુરત કેંદ્ર્ના સ્ટાફને અભિનંદન આપી ખુશી વ્યક્ત કરી. ભવિષ્યમાં કપાસ સંશોધન ક્ષેત્રે નવસારી કૃષિ યુનિવર્સિટી, રાજ્યનું ખેતીવાડી ખાતુ, વિવિધ સહકારી અને સરકારી સંસ્થાઓ, ખેડુતો અને કપાસ આધારીત વિવિધ પ્રોસેસીંગ યુનિટો સાથે સુસંવાદીતતા રાખી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી અને ડો. એમ. સી. પટેલ અને તેમની ટીમને ખેડુત દિનના સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા.
મુખ્ય કપાસ સંશોધન કેંદ્ર, ન.કૃ.યુ., સુરતના ડો. ડી. એચ. પટેલે વિશ્વ કપાસ દિવસે મહત્વ સમજાવી સૌનું શાબ્દીક સ્વાગત કર્યુ. મુખ્ય કપાસ સંશોધન કેંદ્ર, ન.કૃ.યુ., સુરતના વડા ડો. એમ. સી. પટેલ એ CCI-ICAR-CICR Cotton BMPs Extension Project અંતર્ગત ગોઠવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, સાંકડાગાળે વાવેતર પધ્ધતિ અને ડ્રીપ ફર્ટીગેશન પર ગોઠવવામાં આવેલ નિદર્શનો, તાલીમ કાર્યક્રમો, વર્કશોપ, ફારમર્સ ફીલ્ડ સ્કુલ તથા ખેડુતોને મોકલવામાં આવતા ઇ-વોઇસ મેસેજ અંગે સૌને વાકેફ કરી તેની અગત્યતા પણ સમજાવી. આ પ્રસંગોને અનુરૂપ ઉદ્બોધન આપતા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. નિકુલસિંહ ચૌહાણ એ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્રારા ચાલતી વિસ્તરણ પ્રવૃત્તિઓ વિષે માહિતી આપી તથા કપાસ ઉગાડતા ખેડુતો માટે કોઇ પણ કાર્યક્રમ કરવા તથા નવસારી કૃષિ યુનિવર્સિટીની મુલાકાત કરવા નિમંત્રણ આપ્યું.
સર્વ પ્રથમ ટપક પિયત પધ્ધતિના અગ્રિમ હરોળ નિદર્શનના લાભાર્થી શ્રી. કિરણભાઇ શરદભાઈ પટેલ, નિઝર ની સાથે આદરણીય કુલપતિશ્રી નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે ક્ષેત્ર મુલાકાત દરમિયાન ખેતર ઉપર ચર્ચા વિચારણા કરી અને ખેડૂતો દ્રારા અપનાવવામાં આવતી તાંત્રિકતા બાબત ખેડૂતોને બીરદાવ્યા તેમજ વર્ષોથી કરવામાં આવતા કપાસની ખેતીની માહિતી મેળવી.દુનિયામાં વ્યાપારીક ધોરણે સફળ સંકર જાત “સંકર-૪”ના પ્રણેતા સ્વ.ડો. સી. ટી. પટેલને આ વિશ્વ કપાસ દિવસ નિમિત્તે સ્મરણ કરી તેમના પ્રદાનને યાદ કર્યુ.
શ્રી. વિજયભાઈ વર્મા, સી.સી.આઇ., અમદાવાદ ના અધિકારીશ્રી દ્રારા કૃષિ યુનિવર્સિટીની તાંત્રિકતા અપનાવી કપાસની ગુણવત્તા વધારવા અને સી.સી.આઇ., દ્રારા ચાલતા પ્રોજેકટનો લાભ લઈ આ વિસ્તારમાં ઉત્પાદન વધારવા અપીલ કરી.
આ પ્રસંગે હાજર રહેલ ખેડૂતોને કપાસની વૈજ્ઞાનિક ખેતી અંગે માહીતી મળી રહે તે માટે એક અલગ અંદાજમાં હળવી શૈલી ના “જાગ રે ખેડૂત જાગ” નાટક દ્રારા મુખ્ય કપાસ સંશોધન કેંદ્ર સુરત ના વૈજ્ઞાનિકો અને સ્ટાફ દ્રારા ખાસ રજુ કરવામાં આવ્યુ. આ પ્રસંગે તાપી જીલ્લાના સહકારી ખેડૂત આગેવાન શ્રી. યોગેશભાઇ સી. રાજપુત ચેરમેનશ્રી, એ.પી.એમ.સી., નિઝર, શ્રી. સુનિલભાઇ પટેલ’ ઉપપ્રમુખશ્રી, સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેન્ક શ્રી. કૈલાશભાઇ એસ. પટેલ ઉપપ્રમુખશ્રી, સુરત જીલ્લા સહકારી સંઘ શ્રી. દિલીપભાઇ આર. પાટીલ ડીરેક્ટરશ્રી, સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેન્ક શ્રી. લક્ષ્મણભાઇ પી. ચૌધરી ચેરમેનશ્રી, નિઝર તાલુકા સંઘ શ્રી ઘનશ્યામભાઈ આર. પટેલ ચેરમેનશ્રી, એ.પી.એમ.સી., કુકરમુંડા, શ્રી. વિજયભાઈ વર્મા, સી.સી.આઇ., અમદાવાદ ના પ્રતિનિધી એ પણ પ્રસંગને અનુરૂપ પ્રવચન અને ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા અનુરોધ કર્યો. કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી ડો. ચેતન પંડયા દ્રારા પ્રોજેક્ટના અગ્રિમ હરોળ નિદર્શનો ગોઠવવા અને ખેડૂત કાર્યશાળા અને વિવિધ તાલીમોમાં સહકાર મળેલ છે.
આ પ્રસંગનું સફળ સંચાલન ડો. પ્રીતિ આર. પરમાર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્રારા કરવામાં આવેલ હતુ અને આભાર વિધિ ડો. કે. બી. સાંકટ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, સુરત એ કરેલ હતુ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other