કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા સરકારી પ્રાથમિક શાળા સેલુદ ખાતે વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દર વર્ષે ૪ ઓક્ટોબરના દિવસે “વિશ્વ પ્રાણી દિવસ” ઉજવવામાં આવે છે. પ્રાણીઓના માહાન આશ્રયદાતા આસીસીના સંત ફ્રાન્સિસનો જન્મદિવસ પણ આજે જ ઉજવવામાં આવે છે. સંત ફ્રાન્સિસ પ્રાણીઓના માહાન સંરક્ષક હતા. આ દિવસને વિશ્વભરમાં રાષ્ટ્રીયતા, વિશ્વાસ ધર્મ અને રાજકીય વિચારધારાને વિવિધ પદ્ધતિઓથી મનાવવામાં આવે છે. પ્રથમવાર વિશ્વ પ્રાણી દિવસનું આયોજન હેનરિક જીમરમને ૨૪ માર્ચ ૧૯૨૫ના રોજ જર્મનીના બર્લિનમાં આવેલા સ્પોર્ટસ પેલેસમાં કર્યું હતું. તે પ્રશ્ચાયત વર્ષ ૧૯૨૯ પછી આ દિવસ ૪ ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે ધણા બધા ઉદ્દેશ્ય છે. જેમાં
• પ્રાણીઓ પર થતા અત્યાચાર રોકવા.
• જંગલોનું સંરક્ષણ કરી વન્ય પ્રાણીઓની જાળવણી કરવી.
• જે પ્રજાતિઓ નજદીકના ભવિષ્યમાં લુપ્ત પામનાર છે એમનું સંરક્ષણ કરવું.
• જંગલી જીવોનું સંરક્ષણ કરવું.
• પ્રાણીઓની સારવાર અને એમના સંરક્ષણમાં યોગ્ય પગલા લેવું.
આ ઉદ્દેશ્ય સાથે જળચર જીવોનું પણ સંરક્ષણ કરવું એ આપની બધાની સાર્વજનિક જવાબદારી છે. પ્રાથમિક શિક્ષણ લેતા વિદ્યાર્થીઓમાં જળચર જીવોનું મહત્વ અને એમના સંરક્ષણો માટે મનુષ્ય દ્વારા શું શું પગલાઓ લઈ શકાય જેથી કરીને સૃષ્ટિ ઉપરની જળચર આહાર શૃંખલાની જાળવણી થઈ શકશે. આ બાબતે આજના રોજ સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા સરકારી પ્રાથમિક શાળા સેલુદ ખાતે વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં પ્રાથમિક શિક્ષણ સંપાદન કરતા ધોરણ ૧ થી ૮ સુધીના કુલ ૧૮૦ વિદ્યાર્થીઓને જળચર જીવો બાબતે વિડીઓ અને એમનું મહત્વ ડો. સ્મિત લેન્ડે અને એમની ટીમ દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *