કલા મહાકુંભ ૨૦૨૩-૨૪ના ફોર્મ ભરવાની છેલ્લી આગામી ૨૪ ઓક્ટોબર ૨૦૨૩
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી દ્વારા સંચાલિત કલામહાકુંભ ૨૦૨૩-૨૪ યોજાનાર છે. ૬ થી ૬૦ વર્ષ ઉપર સુધીના તમામ વયના કલાકારો ભાગ લઇ શકશે. વય જૂથમાં ચાર (૪) વિભાગ રહેશે. (૧)૬થી ૧૪ વર્ષ (૨)૧૫ થી ૨૦ વર્ષ (૩)૨૧ થી ૫૯ વર્ષ (૪)૬૦ થી ઉપર.
તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા સ્પર્ધાના સ્તર રહેશે, તાલુકાકક્ષાએ શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરનાટ્યમ, એકપાત્રિય અભિનય, લોકનૃત્ય રાસ, ગરબા, સુગમ સંગીત લગ્નગીત, સમુહગીત, લોકગીત-ભજન, તબલા, હાર્મોનિયમ (હળવું), સીધી જિલ્લાકક્ષાએથી શરૂ થતી ૯ સ્પર્ધા સ્કુલ બેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ શાયરી, સર્જનાત્મક કારીગીરી, ઓરગન, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી ૭ સ્પર્ધાઓમાં પખાવજ,મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડીયાપાવા, રાવણહથ્થો વગેરે કૃતિઓ યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોની સુવિધા માટે તાલુકા કન્વીનરીની નિમણૂક કરવામાં આવી છે. તાલુકાકક્ષાએ ભાગ લેનાર ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી આગામી તા.૨૪/૧૦/૨૦૨૩ સુધીમાં તાલુકા કન્વીનરશ્રીને જમા કરાવવાનું રહેશે, તાલુકા કન્વીનરશ્રીઓ (૧) વ્યારા તાલુકા ના કલાકારોએ જ્ઞાનદીપ વિદ્યાલય ઉંચામાળા ખાતે કન્વીનરશ્રી બકુલભાઇ ચૌધરી (૯૦૮૧૪૩૮૨૭૧) (૨) સોનગઢ તાલુકા ના કલાકારોએ સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ, કન્વીનરશ્રી આશિષભાઇ ગામીત (૯૮૯૮૮૨૭૩૪૯) (૩) વાલોડ તાલુકા ના કલાકારોએ માનવ મંદિર ઉ.બુ. વિદ્યાલય વિરપોર, કન્વીનરશ્રી સચિનભાઇ ભાટીયા (૯૨૨૮૩૧૧૫૦૧) (૪) ડોલવણ તાલુકાના કલાકારોએ વિવિધલક્ષી હાઇસ્કુલ ડોલવણ, કન્વીનરશ્રી રાજેશભાઇ ચૌધરી (૯૮૨૫૯૯૦૧૧) (૫) ઉચ્છલ તાલુકાના કલાકારો સાર્વજનિક હાઇસ્કુલ ઉચ્છલ, કન્વીનરશ્રી દિપકભાઇ કેપ્ટન (૯૪૨૭૧૭૭૧૮૯) (૬) નિઝર તાલુકાના કલાકારોએ મોડેલ સ્કુલ નિઝર કન્વીનરશ્રી ગુલસિંગભાઇ ચૌધરી (૯૫૮૬૩૯૩૦૩૫) (૭) કુકરમુંડા તાલુકાના કલાકારોએ સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા, કવીનરશ્રી જયેશભાઇ શાહ (૯૪૨૭૬૭૦૬૩૭)ને જમા કરવાના રહેશે.
જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા રાજ્યકક્ષાએ ભાગ લેનાર ઇચ્છુક કલાકારોએ સાહિત્ય વિભાગમાં (૧) વકતૃત્વ, (૨) નિબંધ, (૩) કાવ્ય લેખન, (૪) ગઝલ શાયરી, (૫) લોકવાર્તા, (૬) દુહા-છંદ-ચોપાઇ, કલા વિભાગ (૧) ચિત્રકલા, (૨) સર્જનાત્મક કારીગીરી, નૃત્ય વિભાગ(૧) લોક નૃત્ય, (૨) રાસ, (૩) ગરબા, (૪) ભરતનાટ્યમ, (૫) કથ્થક, (૬) કુચિપુડી, (૭) ઓડીસી, (૮)મોહીનીઅટ્ટમ. ગાયન વિભાગ (૧) શાસ્ત્રીય કંઠ્ય સંગીત હિન્દુસ્તાની, (૨) સુગમ સંગીત, વાદન વિભાગ (૧) હાર્મોનિયમ (હળવું), (૨) તબલા (3) ઓર્ગન, (૪) સ્કુલ બેન્ડ, (૫) વાંસળી, (૬) સિતાર, (૭) ગિટાર, (૮) સરોદ, (૯) સારંગી, (૧૦) પખાવજ, (૧૧) વાયોલીન, (૧૨) મૃદંગમ, (૧૩) રાવણ હથ્થો, (૧૪) જોડિયા પાવા. અને અભિનય વિભાગમાં (૧) એકપાત્રિય અભિનય, (૨) ભવાઇ માટે નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૨૪/૧૦/૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી બ્લોક નં-૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા,જિ.તાપી ખાતે જમા કરાવવાના રહેશે અને વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી મીત ચૌહાણ (૯૪૦૮૫૫૩૬૫૧), પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી વિરલભાઇ ચૌધરી (૯૮૨૫૧૨૨૩૪૮) નો સંપર્ક કરશો. તા.૨૪/૧૦/૨૦૨૩ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તાપીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦