નિઝર તાલુકાના વેલ્દા ગામમાં 14માં નાણાં પંચ અંતર્ગત લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર !!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : 14માં નાણાપંચ હેઠળ ગ્રામપંચાયત દ્રારા વિલેજ ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો થાય છે. સંતુલિત આયોજન માટે સેકટરવાર બાંધકામને લગતા કામો 60%, સામાજિક સેવા (શિક્ષણ-બાળ વિકાસ)20%અને સામૂહિક સંપતિના મરમતના કામો 20% પ્રમાણે તે થયેલા નથી? અને ફક્ત બાંધકામને લગતા કામોનેજ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. છતાં તાલુકા કક્ષાએથી કામની મંજુરી અને ગ્રાન્ટ નિયમિત ફાળવી દેવામાં આવે છે. ડાબરી કરને રસ્તા પર હલકી ગુણવતા વાળા મટિરિયલથી બનેલ વર્ષ 2016/2017ના કામમાં સી.સી. રસ્તા પર તરતજ પાછા વર્ષમાં 2017/2018માં પેવર બ્લોક બેસાડવામાં આવેલ છે. તો માત્ર કેટલાક મહિનાઓ માટેજ સી.સી. રસ્તો બનાવવામાં આવેલ હતો?તયાર પછી ફરીથી તેજ રસ્તા પર પાછુ સી.સી. રસ્તાનું કામ 2017/2018માં બતાવવામાં આવેલ છે? વેલ્દાના સરપંચ અને તલાટી અને સ્થાનિક અધિકારીઓએ ભ્રષ્ટાચાર છુપાવવા માટે ડાબર રસ્તા પર સી.સી.રસ્તો અને સી.સી. રસ્તાને છુપાવવા માટે સી.સી.રસ્તા પર પેવર બ્લોક બેસાડી દેવામાં આવેલ છે. એવી રીતે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલ છે વેલ્દા ગામમાં,વેલ્દાના ગ્રામજનો જણાવે છે કે વેલ્દા ગામમાં વર્ષોથી સરકારી ગ્રાન્ટમાં સરપંચ અને તાલટી અને સ્થાનિક અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે? જે ક્ષમાને યોગ્ય નથી? તેથી ઉપરી અધિકારી આવીને વેલ્દા ગામમાં તપાસ કરે અને 14મા નાણાપંચમા ખોદકામ કરીને ચકાસણી કરે તો હાલના સરપંચ, તલાટી અને તાલુકા પચાયતના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમા મળશે. તપાસ થાય અને સંબંધિત વહીવટકર્તા પર કાર્યવાહી થાય એ જરૂરી છે.જિલ્લા વિકાસ અધિકારી સાહેબ કે પછી કલેકટર સાહેબ રૂબરૂ વેલ્દા ગામમાં આવીને તપાસ કરે તો સાચી પરિસ્થિતિને જાણીને યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરી છે.ગ્રામપંચાયત વેલ્દા દ્રારા બનાવવામાં આવતા રસ્તાઓ માત્ર 6 મહિનામાંજ ખરાબ થઈ જાય છે.સિમેન્ટ કે બીજા મટીરિયલની ગુણવત્તા કોઈ અધિકારી ચકસતુ નથી? માત્ર કાગળ પરજ પાકું કામ બતાવવામાં આવે છે.A.T.v.t.ma પણ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે.જે 14 મા નાણાપંચ ના કામોમાં છે તેજ a.t.v.t.યોજનામાં પણ કામ બતાવવામાં આવેલ છે. આજે વેલ્દા ગામની હાલત તેના રસ્તાઓ,પીવાના પાણીની તકલીફ, ઠેરઠેર ગંદકી ગામની ઓળખાણ બની ગયેલ છે. સરકારમાંથી લાખો રૂપિયા આ રીતે અધિકારી -વહીવટકર્તાઓના ખિસ્સમાં જતા હોય ત્યાં ગામનો વિકાસ કેવી રીતે થશે? વિકાસના નામ પર સરપંચ અને સ્થાનિક અધિકારીઓ પોતાનો વિકાસ કરે છે.વેલ્દાના ગ્રામજનો આ આશામા બેસી રહ્યા છે કે ભ્રષ્ટાચાર કરનારને પર કેમ સ્થાનિક અધિકારીઓએ આજ દિન સુધી કાર્યવાહી કરી નથી? આ પ્રશ્ન સ્થાનિક અધિકારીઓ પર ઉઠે છે કે સ્થાનિક અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં સામેલ છે? ગ્રામજનોએ જણાવે છે કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને મેઁ. કલેકટર સાહેબ વેલ્દાની રૂબરૂ મુલાકાત માટે આવે તો વેલ્દા ગામમાં 14મા નાણાપંચ અને a.t.v.t.ના કામોમાં કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે. તે ખબર પડી જશે?