વ્યારા ખાતે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે યોગ શિબિર યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૭ – આંતરરાષ્ટ્રિય યોગ દિવસના પ્રણેતા, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩મા જન્મદિવસ નિમિત્તે તા.૧૭/૦૯/૨૦૨૩ ના રોજ સવારે ૬ થી ૮ કલાકે. ડો.બાબા સાહેબ આંબેડકર હોલ, વ્યારા જિ.તાપી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ હતી. યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ૭૩ સ્થાનો પર ૭૩,૦૦૦ યોગ સાધકો સાથે કુલ ૭,૩૦,૦૦૦ સૂર્યનમસ્કારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
હાલમાં વરસાદી વાતાવરણ વચ્ચે તાપી જિલ્લામાં ડો.બાબા સાહેબ આંબેડકર હોલ, વ્યારા ખાતે ૧૭ સપ્ટેમ્બર રવિવારે સવારે ૬-૦૦ થી ૮-૦૦ કલાકે યોજાયેલ યોગ શિબિરમાં વ્યારાનગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
યોગ માનસિક તણાવથી મુક્તિ અપાવે છે અને યાદશક્તિ વધારે છે. મોટાપો ઘટે છે.ફિટનેશ અને ફિગર મળે છે. વ્યાયામથી તન,પ્રાણાયામથી મન તથા ધ્યાનથી જ્ઞાન સુદ્રઢ થાય છે. શારીરિક અને માનસિક રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ યોગ કો-ઓર્ડિનેટર મનીષભાઈ વસાવા સહિત યોગ ટ્રેનરોએ ૧૬ સપ્ટેમ્બરથી શરૂ થયેલ દ્વિ દિવસીય યોગ શિબિરમાં યોગથી થતા ફાયદા ની જાણકારી આપી સૌ નાગરિકોનું સ્વાસ્થ્ય સુખાકારી બની રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *