ઉપરવાસથી પાણીની આવક વધતા ઉકાઈ જળાશયમાંથી પાણી છોડવાનું શરુ

Contact News Publisher

હાલમાં ઉકાઈ જળાશયમાં પાણીની સપાટી 340.15 ફૂટ છે અને પ્રવાહ 16793.00 ક્યુસેક છે.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૭- તાપી જિલ્લાના ઉકાઈ જળાશય ખાતે અપસ્ટ્રીમ સાઇટમાંથી આવતા પ્રવાહને ધ્યાનમાં લેતા, જરૂરિયાત મુજબ તબક્કાવાર આજે તા.17/09/2023 ના રોજ સવારે 08:00 કલાકથી ધીમે ધીમે 1,70,000 (એક લાખ સિત્તેર હજાર) પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ફ્લડ સેલ ઉકાઈના જણાવ્યા મુજબ તા. 17/09/2023 સવારે ૧૦-૦૦ વાગ્યે ઉકાઈ જળાશયમાં પાણીની સપાટી – 341.03 ft. ઈન ફ્લો 385178 Cusecs અને આઉટ ફ્લો – 197903 Cusecs
વધુમાં વરસાદની સ્થિતિના આધારે, આઉટફ્લો ડિસ્ચાર્જમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવશે એમ નાયબ કાર્યપાલક ઈજનેર, શિફ્ટ ઈન્ચાર્જ ફ્લડ સેલ ઉકાઈ દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *