વાહન ચોરીનાં ગુનામાં છેલ્લા દશ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગની રાહબરી અને માર્ગદર્શન હેઠળ, પોલીસ અધિક્ષકશ્રી, રાહુલ પટેલે એસ.ઓ.જી. ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા તાપી જીલ્લાના તથા બહારના જીલ્લાના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવી હતી. જે આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી, કે.જી. લીંબાચીયા, એસ.ઓ.જી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી શાખાનાં ASI આનંદજી ચેમાભાઇ તથા અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇને સંયુકત ખાનગી રાહે બાતમી આધારે ડાંગ જીલ્લાના વઘઇ પો.સ્ટે. ક્સ્ટ ગુ.ર.નં. ૧૨/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી વિશ્વાસભાઇ અમરસીંગભાઇ વળવી, રહેવાસી, તારાપુર, ડુગલી. તા.નવાપુર.જી.નંદરબાર (મહારાષ્ટ્ર) છેલ્લા દશ વર્ષથી નાસતો ફરતો હોય જેને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
કામગીરી કરનાર કર્મચારી
(૧) UASI આનંદજીભાઇ ચેમાભાઈ એસ.ઓ.જી તાપી (૨) આ.હે.કો. રાજેન્દ્રભાઇ યાદવરાવ એસ.ઓ.જી. તાપી (૩) અ.હે.કો. દાઉદ ઠાકોરભાઈ એસ.ઓ.જી તાપી (૪) આ.પો.કો વિપુલ રમણભાઇ એસ.ઓ.જી. તાપી