ગૌવંશ કતલખાતે પોહંચે તે પહેલા જ પકડી લઈ બચાવી લેતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ પોલીસ આજરોજ હાઈવે પેટ્રોલિંગમાં હતી તે દમ્યાન મળેલ બાતમી આધારે ઝેનોન પીક અપ ગાડી નંબર. GJ-19-0-1916 ને પકડી પાડી હતી, જ્યારે પાયલોટીંગ કરનાર સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ-26–N-205 પુર ઝડપે ભાગી ગઈ હતી. પકડાયેલ ઝેનોન પીક અપમાંથી વાછરડા નંગ-૧૨ અને વાછરડી નંગ-૦૧ જેની તમામની ઉ.વ-૨ થી ૩ વર્ષ ની હોવાથી જેને આ પીકપમાં ખીચોખીચ ભરી ખાવા માટે કોઇ ઘાસચારો કે, પાણીની વ્યવસ્થા તથા તેઓને ઉભા રહેવા માટે તળિયે માટી નહી રાખી. તથા પ્રાથમીક ઉપચાર માટે કોઇ મેડીકલ સાધનોની વ્યવસ્થા નહી રાખી અતિક્રુરતા પુર્વક ખીચોખીચ ટુંકી દોરી વડી બાંધેલ હાલતમાં મળી આવતા સોનગઢના “શ્રીજી ગોપાલ ગૌશાળા” ખાતે લઈ જઇ તમામને આ દયનિય પરિસ્થિત માંથી મુક્ત કરાયા. જેમા વાછરડા-૦૨ મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હતા. આ અંગે સોનગઢ પો.સ્ટે.મા પશુ ઘાતકીપણાનો કાયદો ૧૯૬૦ની કલમ-૧૧(૧)(ડી), ૧૧(૧)(ઇ), ૧૧(૧)(એફ), ૧૧(૧)(એચ) તથા પશુ સરંક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ-૬એ(૧), ૬એ(૩), ૮(૪) તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તું અને ઢોર નિયંત્રણ અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૪, ૯(૧) તથા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ ૨૦૧૫(૧૧ મો સુધારો) ના રૂલ્સ નં.૧૨૫(ઇ) તથા ઇ.પી.કો. કલમ ૪૨૯ મુજબનો ગુનો દાખલ કરાયો છે. જેની વધુ તપાસ પો.સ.ઇ. એસ.એમ. સાધુ, સોનગઢ પો.સ્ટે. કરી રહ્યા છે.
અટક કરેલ આરોપી :- યુસુફભાઈ કાંન્તાભાઈ ગામીત રહે,કેલાઈ પારસી ફળીયુ તા.સોનગઢ જી.તાપી
વોન્ટેડ આરોપીઓ:- પાયલોટીંગ કરનાર (૨) સિલાશભાઈ શિવાજીભાઈ ગામીત, રહે,રાણીઆંબા તા.સોનગઢ જી.તાપી તથા (૩) દિલીપભાઈ સુમનભાઈ ગામીત રહે.કેલાઈ તા.સોનગઢ જી.તાપી,
પશુઓ ભરી આપનાર (૪) અંકુરભાઇ મગનભાઇ ગામીત રહે બેડી તા સોનગઢ જી તાપી, (૫) યાકુબ વસનજી ગામીત રહે-બેડી તા-સોનગઢ જી-તાપી
પશુઓ મંગાવનાર (૬) જહાંગીર રહે,નવાપુર તા.નવાપુર જી.નંદુરબાર (મહા.) જેના પુરા નામ ઠામની ખબર નથી, (૭) ઇદરીશ કલીમ શાહ રહે નવાપુર ઇસ્લામપુરા તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
1. વાય.એસ.શિરસાઠ, પો.ઈન્સ. સોનગઢ પો.સ્ટે., 2. UIIC સંદિપભાઇ હીરાલાલ, 3. UHC અનિલકુમાર રામચંદ્રભાઇ, 4.PC ગોપાલકુમાર કાળુભાઇ, 5.PC રાજીશભાઇ ગોપાળભાઇ.