સોનગઢમાંથી ચોરી થયેલ ટ્રક શોધી કાઢી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીઆર.એમ. વસૈયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ની સુચના મુજબ એલ.સી.બી.ની ટીમ રાજસ્થાન રાજ્યમાં તપાસમાં હતી તે દરમ્યાન પો.ઇન્સ.શ્રી આર.એમ. વસૈયા એલ.સી.બી. તાપીને અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે “સોનગઢથી ચોરીમાં ગયેલ ટાટા ટ્રક નં.- GJ-19-X-3532 હાલ સુનિલ ગોગરાજ જાંગીડ, રહે. મંડરેલા રોડ, ઝુનઝુનુ (રાજસ્થાન) ના પાસે છે.” જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ ચોરીમાં ગયેલ ટ્રક બાબતે તપાસ કરવા સ્થાનીક પોલીસની મદદ મેળવી બાતમીવાળી જગ્યાએ જતા સુનિલ ગોગરાજ જાંગીડ મળી આવ્યો હતો.  ટ્રક બાબતે પુછપરછ કરતા તે ટ્રક તેણે કમીશન એજન્ટ જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુલાલ વૈષ્ણવ, મેડતા સીટી, તા. & થાના- મેડતા, જી.નાગોર (રાજસ્થાન) મારફતે ઓમપ્રકાશ ચોકીદાર, મુળ રહે. ઇટાવડા, થાના પાદુકલા, તા.દેગાણાં, જી, નાગોર, રાજસ્થાન, હાલ- અમદાવાદ જ્યાનુ પુરૂ સરનામુ ખબર નથી તેની પાસેથી સાડા સાત લાખ રૂપીયામાં ખરીદી મોહંમદ અલતાફ મોઇનુદ્દિનખાન કયામખાની, રહે. મંડરેલાગામ, તા.ચિડાલા, જી.ઝુનઝુનુ (રાજસ્થાન)ને વેચી દિધેલ હોવાનુ જણાવતા મોહંમદ અલતાફના ઘરે જઇ તપાસ કરતા તે હાજર મળી નહિ આવતા તેના ભાઇ સાજીદભાઇને ટ્રક બાબતે પુછપરછ કરતા તે ટ્રક ઘર નજીક પાર્ક કરી રાખેલ હોવાનુ જણાવતા પાર્ક કરેલ ટ્રક પાસે જઇ ચેચીસ/ એન્જીન નંબર દ્વારા ખાત્રી કરતા ટ્રકનો એન્જીન નંબર સોનગઢ પો.સ્ટે.ના ગુનામાં ચોરીમાં થયેલ જ ટ્રકનો હોય શકમંદ- જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુલાલ વૈષ્ણવ, રહે. મુળ- ડી/૧૬૧, ગાંધીનગર કોલોની, હાલ- માલી મહોલ્લા, જોધપુર ચોકી, મેડતા સીટી, તા. & થાના- મેડતા, જી.નાગોર (રાજસ્થાન)ને ગુનાની વધુ તપાસઅર્થે સી.આર.પી.સી. કલમ- ૪૧(૧) મુજબની નોટીસ આપી ચોરીની ટ્રક સોનગઢ પો.સ્ટે. સોંપવા તજવીજ કરાઈ છે.

કામગીરી કરનાર ટીમ :-

શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તાપી, શ્રી પી.એમ. હઠીલા, પો.સ.ઇ. એલ.સી.બી. તાપી, (૧) અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, (૨) અ.પો.કો. ઇન્દ્રસિંહ વાલાભાઇ, (૩) અ.પો.કો. રોનક સ્ટીવનસનના દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other