તાપી એજ્યુકેશન અકેડમીની અનોખી પહેલ : સંસ્કાર સાથેનું શિક્ષણ

Contact News Publisher

૩ થી ૧૦ વર્ષના નાના ભૂલકાઓએ ભેગા મળી યોગમુદ્રા સાથે, ૧૦૮ શિવમંત્ર ના જાપ કર્યા.

તાપી એજ્યુકેશન અકેડમીની લિટલ પાલ્મ સ્કૂલ ખાતે શ્રાવણ માસ નિમિતે શિવપૂજન, પુષ્પાંજલિ તથા મંત્ર જાપનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી એજ્યુકેશન અકેડમી દ્વારા સંચાલિત લિટલ પાલ્મ કીડ્ઝ ઝોન વ્યારા ખાતે તારીખ 29/08/2023ના પવિત્ર શ્રાવણ માસના મંગળવારના રોજ શાળાના વિદ્યાર્થીઓને શાળાના સ્લોગન મુજબ, “શિક્ષણ સાથે સંસ્કાર નો સમન્વય”ને સિદ્ધ કરતા શાળામાં મહારાજના હસ્તે શિવલિંગની સ્થાપના કરી અને આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા પૂજા અર્ચના તથા જલ અભિષેક કરવામાં આવ્યો. તે ઉપરાંત શાળા ના શિક્ષકો દ્વારા શ્રાવણ માસ ઉજવણી તથા પૂજાનું ધાર્મિક મહત્વ તથા મહાદેવને દૂધ અને પાણી ચઢાવવાનુ વૈજ્ઞાનિક કારણ જણાવવામાં આવ્યું. શિક્ષિકા બહેનો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભોળાનાથ ની ધૂન તથા આરતી ગાવામાં આવી. પૂર્ણ વાતાવરણ ભક્તિમય તથા આનંદમય બની ગયું. વિદ્યાર્થીઓને આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા પવિત્ર માસ શ્રાવણ ને લગતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other