વ્યારાની વિદ્યા ગુર્જરી શાળામાં વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તા. 29/08/2023 ને મંગળવારના રોજ શાળા કક્ષાના વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદશનનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના ટ્રસ્ટી માન.શ્રી સંજયભાઈ શાહ તથા માન.શ્રી ચિરાગભાઈ કોઠારી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા. મહેમાનશ્રીઓને આવકારવા માટે શાળાના ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી તન્મય ગામીત રોબોટના વેસમાં એક આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ ના રૂપમાં તેમનું સ્વાગત કરી મહેમાનશ્રીઓની પ્રશંસા પ્રાપ્ત કરી. આ કાર્યક્રમની શરૂઆત પોટેશિયમ પરમેગેનેટ અને ગિલ્સરિનના દ્વાવણની રાસાયણિક ક્રિયા થકી દિપ પ્રાગ્યટ મુખ્ય મહેમાનના હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમનશ્રીઓએ શાળાના વિદ્યાર્થીઓ દ્ધારા તૈયાર કરવામાં આવેલ મુખ્ય 37 કૃતિઓનું નિરિક્ષણ કર્યું. વિદ્યાર્થીઓ દ્ધારા દરેક પ્રોજેક્ટની સમજ આપવામાં આવી આ પ્રસંગે ધોરણ ધોરણ ૯ ની વિદ્યાર્થીની ગામીત નિધી દ્ધારા તૈયાર કરવામાં આવેલ જાસુદના ફૂલની ચા ધ્યાન આકર્ષકનું કેન્દ્ર રહી હતી. મહેમાનશ્રીઓને પણ આ ચાની ચૂસકી લીધી હતી. તે ઉપરાંત પણ દરેક કૃતિઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક તૈયાર કરવામાં આવેલ હતી સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી મહેમાનશ્રીઓ દ્ધારા વિદ્યાર્થીને આસ્વાસન ઇનામ આપવામાં આવેલ છે.
ઉપરોક્ત શાળા કક્ષાએ રજૂ કરવામાં આવેલ પ્રોજેકટ માંથી વિવિધ વિભાગમાં પ્રથમ આવનાર પ્રોજેક્ટને પ્રાથમિક વિભાગ માટે CRC કક્ષાના અને માધ્યમિક વિભાગને SVS કક્ષાના વિજ્ઞાન- ગણિત અને પર્યાવરણ પ્રદશનમાં ભાગ લેવાની તક શાળા દ્વારા આપવામાં આવેલ છે. સૌ વિદ્યાર્થીઓને તેમજ શાળાના સૌ વિજ્ઞાન શિક્ષકોને શાળાના આચાર્યશ્રી તેમજ સંચાલક મંડળે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.