તાપી એજ્યુકેશન અકેડમી અનોખી પહેલ : આધ્યાત્મિક અને સાયન્ટિફિક કારણ સમજાવી શિવ પૂજન તથા જલાભિષેકનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી એજ્યુકેશન અકેડમી દ્વારા સંચાલિત પી.પી.સવાણી વિદ્યામંદિર વ્યારા ખાતે તારીખ 28/08/2023 પવિત્ર શ્રાવણ સોમવારના રોજ શાળાના વિદ્યાર્થીઓને શાળાના સ્લોગન મુજબ,”શિક્ષણ સાથે સંસ્કાર નો સમન્વય”ને સિદ્ધ કરતા શાળામાં મહારાજના હસ્તે શિવલિંગની સ્થાપના કરી અને આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા પૂજા અર્ચના તથા જલ અભિષેક કરવામાં આવ્યો. તે ઉપરાંત શાળા ના શિક્ષકો દ્વારા શ્રાવણ માસ ઉજવણી તથા પૂજાનું ધાર્મિક તથા મહાદેવને દૂધ અને પાણી ચઢાવવાનુ વૈજ્ઞાનિક કારણ જણાવવામાં આવ્યું. શિક્ષિકા બહેનો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભોળાનાથ ના ભજન તથા આરતી ગાવામાં આવી. પૂર્ણ વાતાવરણ ભક્તિમય તથા આનંદમય બની ગયું. વિદ્યાર્થીઓને આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા શ્રાવણ પવિત્ર માસ ને લગતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.