વ્યારાની વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ‘રાખી મેકિંગ સ્પર્ધા’ યોજાઇ
બાળકો દ્ધારા સુંદર અને કલાત્મક અવનવી રાખડીઓ બનાવી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.28: તાપી જિલ્લાના વ્યારા સ્થિત અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રી જયભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનના પર્વ નિમિતે શાળામાં ‘રાખી મેકિંગ સ્પર્ધા’ યોજવામાં આવી હતી.
રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણીને અનુલક્ષીને વિદ્યા ગુર્જરી પ્રાથમિક/માધ્યમિક શાળામાં રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્ધારા સુંદર અને કલાત્મક અવનવી રાખડીઓ બનાવવામાં આવી હતી. આ પ્રકારની સ્પર્ધાઓ દ્ધારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તેમજ ધાર્મિક ભાવનાઓ પ્રત્યે જાગૃતિ આવે એવા હેતુસર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 3 થી 10ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અવનવી વસ્તુઓનો ઉપયોગ કરી અનોખી રાખડીઓ બનાવવામાં આવી હતી.
0000000