ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકની 116 મી મોહિની શાખાનું તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.26: તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મોહિની ગામ ખાતે ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કની 116 મી શાખાનું ગુજરાતના વન અને પર્યાવરણ તથા હવામાન, પાણી પુરવઠા મંત્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલેના વરદ હસ્તે તથા
સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંગભાઈ પટેલ સહીત મહાનુભાવોની ઉપસ્થિતીમાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે બેંક તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી સૌને વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી માનસિંગભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું તથા બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન શ્રી સુનિલભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોને આવકાર પ્રવચનથી સોનગઢ અને ઉચ્છલ તાલુકાના બેન્કના ડિરેક્ટર શ્રી જીગ્નેશભાઈ દોનવાલાએ આવકાર્યા હતા. ત્યારબાદ બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહાવીર ચૌહાણ દ્વારા પ્રાસંગિક પ્રવચન તેમજ નાણાકીય માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને સહકારી આગેવાનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે બેંકના જનરલ મેનેજર શ્રી કલ્પેશભાઈ શાહે આભાર વિધિ કરી કાર્યક્રમ સમાપન કર્યો હતો.
00000