“મારી માટી મારો દેશ” કાર્યક્રમમાં સગૌરવ સહભાગી થતાં જૂથ ગ્રામ પંચાયત છીંડિયા –વેલધાના નાગરિકો*
‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન, જિલ્લો તાપી
–
મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન”
માહિતી બ્યુરો,તાપી,તા.૧૪ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાષ્ટ્ર સહિત ગુજરાતમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગ રૂપે “મેરી મિટ્ટી મેરા દેશ” નો કાર્યક્રમ જૂથ ગ્રામ પંચાયત છીંડિયા –વેલધાના ઉપક્રમે છીંડિયા ગામના PHC ખાતે ઉજવવામાં આવ્યો હતો.જેમાં છીંડીયા ગામના શહીદ રમણભાઈ ગુલાબભાઇ ગામીતના સ્મરણમાં શિલા ફલકમનું અનાવરણ કરી તેમના પરિવારના સભ્યોનું નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી નીતિનભાઈ પરમાર તથા સરપંચશ્રી હેમંતભાઈ ગામીત હસ્તે શાલ ઓઢાડીને સંમાનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રંસગે પ્રાથમિક શાળાથી લઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૭૦૦ થી વધુ લોક જોડાયા હતા.
‘‘વસુધા વંદન’’ કાર્યક્રમ હેઠળ રોપાનું વાવેતર કરી અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કર્યા બાદ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે હાથમાં માટીનો દિવો લઇ નાગરિકોએ સામુહિક ‘‘પંચપ્રણ પ્રતિજ્ઞા’’ લીધી હતી. કાર્યક્રમ દરમિયાન લોકોએ પોતાની સેલ્ફી અપલોડ કરી હતી અને ઓનલાઇન પ્રતિજ્ઞા લઇ પ્રરિજ્ઞાપત્ર ડાઉનલોડ કર્યા હતા.
તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તાપી વાસીઓને અનુરોધ છે કે આપણા દેશના વીર – વીરાંગનાઓના સન્માનમાં હાથમાં દીવો લઈ અથવા વૃક્ષારોપણ કરી કે પછી માટી હાથમાં લઈને પોતાની સેલ્ફી ક્લિક કરી https://merimaatimeradesh.gov.in/step વેબસાઈટ પર અપલોડ કરો અને આ કાર્યક્રમમાં સહભાગી બનો.
000000000