દેશના સપૂતોને સમર્પિત માનવ પ્રતિકૃતિમાં છલકાયો દેશપ્રેમ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.12: ભારત દેશ, માતૃભૂમિ માટે પ્રાણ ન્યૌછાવર કરનારા વીર જવાનોને શ્રદ્ધાજલિ અર્પણ કરવાના હેતુથી ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન દેશભરમાં થઈ રહયું છે. દરમિયાન તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઘાટા ગામ સ્થિત શ્રી એલ.એચ. ભકત સાર્વ. હાઈસ્કૂલ ઘાટાના પટગણના ૫૫૬ જેટલા બાળકોએ દેશનો નકશો ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત વિશાળકાય માનવઆકૃતિ બનાવી હતી. ધોરણ- ૬ થી ૧૨ બાળકોએ બનાવેલી માનવ પ્રતિકૃતિ જોઈ શિક્ષકો અને ગ્રામજનો દંગ રહી ગયા હતા. બાળકોએ પોતાના હાથમાં માટીયુકત છોડ રાખી વૃક્ષારોપણ પ્રતિજ્ઞા લઇ પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *