મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક તથા કિટસ વિતરણ કરાયા
વિશ્વ આદિવાસી દિવસની સાથે સાથે
–
મુખ્ય કાર્યક્રમના સ્થળે વિવિધ વિભાગના સ્ટોલ પ્રદર્શન થકી જનકલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકોને જાગૃત કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)તા:૦૯ : ‘વિશ્વ આદિવાસી દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક તથા કિટસ વિતરણ કરાયા હતા.
જેમાં જી.ટી.ડી.સી. પ્રાયોજના કચેરી, સોનગઢ હસ્તકની આદિજાતી વિકાસ વિભાગની પાયલોટ તાલીમ, વિદેશ અભ્યાસ, પીકઅપ વાન યોજનાના લાભાર્થીઓ, તાલુકા વિકાસ અધિકારીની કચેરી અંતર્ગત આદિજાતી વિકાસ વિભાગના બોર્ડર વિલેજ આવાસ યોજનાના લાભાર્થી, મદદનીશ કમિશનશ્રી આદિજાતી વિકાસ વિભાગ, વ્યારાના વ્યક્તિગત આવાસ, કુંવરબાઇનું મામેરૂ, માનવ ગરિમા યોજના, પશુપાલન ખાતાની અનુસુચિત જનજાતી વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવાની યોજનાના લાભાર્થી, જિલ્લા ખેતીવાડી વિભાગ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતને વિવિધ સહાય કિટસ અને ચેકો વિતરણ કરાયા હતા.
આ ઉપરાંત પદ્મશ્રી રમિલાબેન ગામીતને આદિવાસી સમાજનું ગૌરવ વધારવા બદલ મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર, સિનિયર કોચ, તાપીની કચેરી હસ્તકના રમત ગમતના વિવિધ ક્ષેત્રે, તાપી જિલ્લાનું નામ રોશન કરનાર ખેલાડીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર પણ એનાયત કરાયા હતા.
આ સાથે એસ.એસ.સી. અને એચ.એસ.સી. માર્ચ-૨૦૨૩ ના પરિણામ (સા.પ્ર) બન્નેમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી સરકારી શાળાઓમાં એકલવ્ય મોડલ સ્કુલ-ખોરદા (નિઝર)ને, એચ.એસ.સી. માર્ચ ૨૦૨૩ પરિણામ (સા.પ્ર) ૧૦૦ ટકા પરિણામ ધરાવતી સરકારી શાળામાં ગલ્સ લિટર્સી રેસીડેન્સિયલ સ્કુલ-ઉકાઇ કન્યા સાક્ષરતા નિવાસી શાળાને, એસ.એસ.સી-૨૦૨૩ પરીક્ષામાં ૧ થી ૩ નંબર મેળવેલ એસ.ટી વિદ્યાર્થીઓ, અને એચ.એસ.સી-૨૦૨૩ પરીક્ષામાં ૧ થી ૩ નંબર મેળવેલ એસ.ટી વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા.
મુખ્ય કાર્યક્રમ ઉપરાંત વિવિધ વિભાગના સ્ટોલ મુખ્ય કાર્યક્રમના સ્થળે પ્રદર્શિત કરાયા હતા. જેમાં વિવિધ યોજનાનું જાણકારી આપતું પ્રચાર સાહિત્યનુ વિતરણ કરી જન જાગૃતિ કેળવાઈ હતી.
૦૦૦૦