ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત ધનશેર પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકા કોકીલા પટેલનાં વિદાય પ્રસંગે શાળા અને ગામ હીબકે ચઢ્યું

Contact News Publisher

છેલ્લા 17 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં કર્મનિષ્ઠ અને કર્મયોગી શિક્ષિકાની અન્ય શાળામાં બદલી થતાં તેમનાં વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

(પ્રતિનિધિ દ્વારા, સુરતત) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ધનશેર પ્રાથમિક શાળામાં છેલ્લાં 17 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલાં શિક્ષિકા શ્રીમતી કોકીલાબેન દિનેશભાઈ પટેલની બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામનાં સરપંચ, સમસ્ત વાલીઓ, વડીલો, સામાજિક કાર્યકરો સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણ કાર્ય સાથે શાળાનું નામ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ રોશન કરવામાં શ્રીમતી કોકીલાબેનનો સિંહ ફાળો રહ્યો છે. શાળાનાં તમામ બાળકોને અક્ષર સુધારણા, બાહ્ય પરીક્ષાઓની તૈયારી, શાળા કેમ્પસમાં વૃક્ષોનું જતન, બાળકોની આરોગ્યલક્ષી સેવાઓ જેવાં વિવિધ પાસાઓની ચિંતા તેઓ હરહંમેશ રાખતાં હતાં. તેઓએ ગામનાં દરેક શુભ અશુભ સામાજિક પ્રસંગોમાં અચૂક હાજરી આપીને સમગ્ર ગામનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કર્યો હતો. વેકેશન દરમિયાન પણ તેઓ શાળા મુલાકાત લેવાનું ક્યારેય ચૂકતા નહીં. પોતાની ફરજને પ્રભુકાર્ય સમજી 17 વર્ષ સુધી એકધારી સેવા તેમણે આ શાળામાં આપી સાચા અર્થમાં પોતાનું શિક્ષકત્વ ઉજાગર કર્યું.
સંપૂર્ણપણે શાળાને સમર્પિત એવાં આ શિક્ષિકાનાં વિદાય પ્રસંગે સમસ્ત ગામ ચોધાર આંસુએ રડ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ શ્રીમતી કોકીલાબેનું ભવ્ય સન્માન કરી તેમને ભારે હૃદય વિદાય આપી હતી. અંતમાં શાળાનાં આચાર્ય રસિકભાઇએ તેમનો બાકીનો સેવાકાળ બાળ હિતકારી તેમજ જીવન નીરોગીમય બની રહે એવી શાળા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other