‘મેરી મિટ્ટી મેરા દેશ’ રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાપી જિલ્લાથી થશે

Contact News Publisher

આગામી ૯મી ઓગસ્ટના રોજ તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આગામી ૯મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે થનાર છે.

આ ઉપરાંત 9મી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમા પ્રારંભ થનાર ‘મેરી મિટ્ટી મેરા દેશ’ કાર્યક્રમનો શુભઆરંભ પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે તાપી જિલ્લા ખાતેથી થનાર હોય આ અંગે જરૂરી વ્યવસ્થાઓનાં અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, ધારાસભ્યશ્રી ડો.જયરામ ગામીત, સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ હતી.
બેઠકમા આનુશાગિક વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામા આવી હતી જેમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે થનાર ખાતમુહુર્ત અને લોકાર્પણ, લાભાર્થીઓને લાવવા જય જવાં માટે રુટ નક્કી કરવા,બસ તથા નાના વાહનો માટે પાર્કિંગ સહીત રુટ સુપરવાઇઝર નિમવા અંગે તથા ફુડ પેકેટ અને પાણીની વ્યવસ્થાઓ અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાર્યક્રમ બાબતે તમામ વિભાગોને વિવિધ યોજનાઓના લાભાર્થીઓની યાદી તથા સભાસ્થળ પાસે સ્ટોલની વ્યવસ્થા જેવી બાબતો અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તથા ‘મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ બાબતે તકતી અનાવરણ તથા સ્થળ નિરીક્ષણ કરવા અંગે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.s

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other