તાપી જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસ નિમિતે જિલ્લા મહિલા અને બાળવિકાસની કચેરી દ્વારા “બેટી બચાઓ – બેટી પઢાઓ” થીમ અંતર્ગત પ્રાઇવેટ પ્રેક્ટીશનરોનો વર્કશોપ યોજાયો
(માહિતી બ્યુરો, તાપી) તા.૦૨ સમગ્ર ગુજરાતમાં “નારી વંદન સપ્તાહ- પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નારી વંદન સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે આજે બીજા દિવસે એટલે કે ૨જી ઓગસ્ટ ૨૦૨૩ બેટી બચાવો, બેટી પઢાવો”ની થીમ અંતર્ગત આરોગ્યશાખા તાપી દ્વારા તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પાઉલ વસાવાનાં અધ્યક્ષ સ્થાને દિકરીઓની સામાજિક મુલ્યમાં વૃધ્ધિ, મોભાની જાળવણી અને સ્વનિર્ભરતા લાવવા તેમ જ ભૃણલિંગ પરિક્ષણ અટકાવવા અંગે જાગૃતિ માટે જિલ્લા સેવા સદનના બ્લોક નં.૦૮, ડી.ડી.ઓ. મીંટીંગ હોલ, ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. વર્કશોપ યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પાઉલ વસાવાએ પી.સી.એન્ડપી.એન.ડી.ટી. એકટ ૧૯૯૪ વિશે સમજ આપી અને “બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનમાં સમાજમાં આપણે કઇ રીતે સહભાગી થઇ શકીએ તે વિશે સમજ આપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત પદ્મશ્રી રમીલાબેન ગામીતે સમાજમાં જાગૃતિ લાવવા અને આરોગ્ય સારવાર બાબતે સહયોગ આપવા ઉપસ્થિત તમામને જણાવ્યું હતુ.
તાપી જીલ્લામાં આઇ.એમ.એ.ના પ્રમુખ ડૉ.મુકેશ તુવારે સરોગેસી એકટ વિશે તથા કવૉલીટી એસ્યોરન્સ ઓફિસર ડૉ.કે.ટી. ચૌધરી,દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાતા કેમ્પોમાં સ્વેચ્છાએ સહભાગી થવા જણાવ્યુ.
આ કાર્યક્રમમાં આર.સી.એચ. અધિકારીશ્રી ડૉ. બિનેશ ગામીત,પ્રાયવેટ ડૉક્ટર્સ, એન.જી.એ.,પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત રજીસ્ટર્ડ તમામ હોસ્પિટલ, સંસ્થાઓ અને સેન્ટર્સ, એન.જી.ઓ.અધિકારી/ કર્મયોગીઓ હાજર રહ્યા હતા.
00000000