હુન્ડાઇ સેન્ટ્રો કારમાં દારૂની હેરાફેરી કરતા 1.77 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના હોઇ જે મુજબ (૧) શ્રી, આર.અમે. વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નિકળેલ હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહને બાતમી મળેલ કે, “ને.હા.નં.-૫૩ સોનગઢથી સુરત જતા રોડ પર એક આછા સીલ્વર કલરની હુન્ડાઇ સેન્ટ્રો કાર નં.- GJ-05-CD-3139માં એક ઇસમ તથા એક સ્ત્રી આગળના ભાગે બેસી કારમાં પાછળના ભાગે દારૂનો જથ્થો ભરી બાજીપુરા તરફ જનાર છે “. જે બાતમી આધારે ખુશાલપુરા ને.હા.નં.૫૩ પર રેલ્વે ઓવરબ્રીજ પર આવી પંચો સાથે અલગ અલગ ટીમ બનાવી વોચમાં રહી ખુશાલપુરા, ને.હા.નં-૫૩, રેલ્વે ઓબરબ્રીજ પર વ્યારાથી સુરત જતા ટ્રેક પર વ્યારા તરફથી એક આછા સીલ્વર કલરની હુન્ડાઇ સેન્ટ્રો કાર આવતા જેને પોલીસના માણસોએ આયોજન પુર્વક કોર્ડન કરી, રોકી લઇ રોડની સાઇડમાં કરાવી ચેક કરતા પાછળના ભાગે તથા પાછળની સીટ નીચે ભારતીય કંપની બનાવટની વિદેશીની બાટલી દેશી દારૂ મળી આવતા આરોપી- (૧) મનીષભાઇ મંગાભાઇ નાયકા, ઉ.વ.૩ર, રહે હાલ- એરાફળીયુ દેલવાડા, તા.વાલોડ, જી.તાપી, મુળ રહે. કરંજીગામ પો.વાકીપાડા, તા.નવાપુર, જી તંદરુબાર (મહારાષ્ટ્ર) (૨) પુનમબેન તે મનીષભાઇ મંગાભાઇ નાયકાની પત્ની, ઉ.વ.૨૭, રહે. એરાફળીયુ, દેલવાડા, તા વાલોડ, જી.તાપીએ પોતાના કબ્જાની હુન્ડાઇ સેન્ટ્રો કાર નં.- GJ-05-CD-3139, આશરે કિં. રૂ! ૧,૫૦,૦૦૦/- માં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની દેશી/ઇંગ્લીશ દારૂની નાની બોટલો, ટીન કુલ-૩૩૦ કુલ કિંમત રૂ. ૨૫,૫૨૦/- નો પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા મોબાઇલ નંગ-૦૧, કિં.રૂ. ૫૦૦/-, રોકડા રૂ ૧,૨૨૦/- તથા કારની આર.સી.બુકની તથા ડ્રાયવીંગ લાયસન્સની ઝેરોક્ષ નકલો-૦૨, કિં. રૂ. ૦૦/- મળી કુલ્લે રૂ. ૧,૭૭,૨૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડઅન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધમાં આગળની વધુ કાર્યવાહી અર્થે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ
પો.ઇન્સ.શ્રી, આર.એમ. વસૈયા, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, અ.પો.કો. રોનક સ્ટીવનસન, અ.પો.કો. પ્રકાશ અરવિંદભાઇ, PC વિનોદ પ્રતાપભાઇએ કામગીરી કરેલ છે.