તાપી જીલ્લામાં નારી વંદન ઉત્સવ- અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા તાપી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ- અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી.
નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે
વ્યારા નગરનાં વિસ્તારની રેલીમાં કે કે કદમ કન્યા વિદ્યાલય, જે બી સ્કૂલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાની દીકરીઓએ “બેટી બચાવો, બેટી પઢાઓ” સહિતના સૂત્રોચાર કરી નગરજનોને જાગૃત કર્યા હતા. તથા ડૉ બાબાસાહેબ આંબેડકર ભવન વ્યારા ખાતે રેલીનું સમાપન કરી ડૉ બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે
મહિલાઓ માટે કાયદાકીય અને યોજનાકીય બાબતો, ઘરેલુ હિંસા ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માહિતી, નાટક, સાયબર સેફ્ટી અને સેલ્ફ ડીફેન્સ અંગે સેમિનાર અને રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં
નારીશકિત માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા તથા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયભરની મહિલા અને યુવતીઓને અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી જાગૃત કરવા રાજ્યભરમાં ૧ થી ૭ ઓગસ્ટ સુધી ‘નારી વંદન ઉત્સવ સપ્તાહ’ ની ઉજવણી થઈ રહી છે.
ત્યારે આજે પ્રથમ દિવસે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી, દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે “મહિલા સુરક્ષા દિવસ” ઉજવણી કરવામાં આવી હતી .
ત્યારબાદ મહિલાલક્ષી કાયદાઓ અને મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓ અંગે તથા ઘરેલુ હિંસા ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માહિતી માટે સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી જાડેજા દ્વારા સાયબર ક્રાઇમ અને મહિલા સુરક્ષાને લઇને વિસ્તૃત ચર્ચા કરી હતી. વિજય મૈસુરીયા અને અમિતભાઇ પટેલ – ટેકવન ડુ દ્વારા સેલ્ફ ડિફેન્સની ટેકનીક બતાવી માનસિક, શારીરિક રીતે શસક્ત બનવા જણાવ્યુ હતું. સાથે મહિલાઓના વિવિધ પ્રશ્ન અંગે ચર્ચા કરી “મહિલા સુરક્ષા દિવસ” ને લગતા નાટક દ્વારા સમજણ આપવામાં આવ્યુ હતુ.
વધુમાં મામલતદારશ્રીની કચેરી ડૉલવણ ખાતે ગ્રામ્ય કક્ષાના બહેનો સાથે ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
જેમાં લો ઓફિસરશ્રી જોસિલાબેન દ્વારા “ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫” કાયદા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી પ્રેરિત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ વેલ્ફેર એક્શન વ્યારા સંચાલિત જિલ્લા વિવિધ લક્ષી મહિલા કેન્દ્ર તાપી જિલ્લાના જિલ્લા કોર્ડીનેટર તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તાપીના plv મધુ/મીના પરમાર દ્વારા મહિલા ઓ પર થતી હિંસા સામે કેવી રીતે આપણને રક્ષણ મળે , અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તાપી દ્વારા મળતી મફત કાનુની સહાય અને મહિલા અને બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાયક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ધનેશા મેડમ, મહિલા જાતિય સતામણી અટકાયત સમિતિ, ડો.કેતકીબેન, જોસિલાબેન –લો ઓફિસર, ૧૮૧ અભયમ ટીમ, જિલ્લા /તાલુકા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર અને સખી વન સ્ટોપ સેન્ટર સહિતના કર્મચારી અને અધિકારીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષાબેન મુલતાની ના માગૅદશૅન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.