પેરોલની રજા બાદ છેલ્લા ૬ માસથી ચોરી છુપીથી રહી છુટક મજુરી કરતા આરોપીને વાલોડ પોલીસે ડીટેઇન કર્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, તાપી જિલ્લામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓ તથા પેરોલ જમ્પ કરેલ આરોપીઓને પકડી પાડવા અંગે સુચના આપેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક, વ્યારા વિભાગના માર્ગદર્શન હેઠળ શ્રી એન.જે. પંચાલ, પોલીસ સબ ઇન્સ્પેકટર, વાલોડ પોલીસ સ્ટેશન તથા વાલોડ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ ગુલશનભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરત શહેર, લાલ ગેટ પોલીસ સ્ટેશનના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલના કાચા કામના આરોપી શાનવાઝ આલમ ઉર્ફે શાનુ યુસુફમીયા શેખ રહે:-પારસીશેરી, રાણી તળાવ, કાસકીવાડ, સુરતનાને તા:-૨૫/૧૨/૨૦૨૧ થી તા:-૩૧/૧૨/૨૦૨૧ દિન-૭ ની પેરોલ રજા ઉપર છુટેલ હતો અને પેરોલ જમ્પ કરેલ છે અને આ કાચા કામનો આરોપી વાલોડ પો.સ્ટે. વિસ્તારમાં ચોરી-છુપીથી રહે છે તે હકીકત આધારે વાલોડ-ઇદગાહ ફળીયાના રોડ ઉપર આરોપી સબંધે વોચ ગોઠવી આ આરોપી પસાર થતા કોર્ડન કરી રોકી લઇ પુછ-પરછ કરતા પોતાનું નામ શાનવાઝ આલમ ઉર્ફે શાનુ યુસુફમીયા શેખ હોવાનું જણાવેલ જેથી આ કાચા કામના આરોપીને ડીટેઇન કરી આરોપીને લાજપોર મધ્યસ્થ જેલમાં મુકવાની તજવીજ કરવામાં આવેલ છે.
કાચા કામના આરોપીનું નામ:- શાનવાઝ આલમ ઉર્ફે શાનુ યુસુફમીયા શેખ રહે:-૧૨/૩૦૫૦, પારશીશેરી, રાણી તળાવ, કાસકીવાડ, સુરતનાનો છેલ્લા ૬ માસથી ચોરી છુપીથી રહી છુટક મજુરી કરતો હતો