181 અભયમ ટીમ તાપીએ ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને આપ્યું 181 હેલ્પલાઇન અને એપ્લિકેશનનું માર્ગદર્શન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પીડિત મહિલાઓની મદદ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં નિ:શુલ્ક સેવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન 24×7 કાર્યરત છે જેમાં તાપી જિલ્લાના ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને 181 મહિલા હેલ્પલાઇન અને 181 અભયમ એપ્લિકેશનની ઉપયોગીતા વિશે માહિતી આપી.
જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા (શારીરિક, માનસિક, જાતીય, આર્થિક) તેમજ કાર્યના સ્થળે જાતીય સતમણી લગ્નજીવન તેમજ અન્ય સંબંધોમાં વિખવાદ, જાતીય સતમણી, છેડતી અને બાળ જન્મને લગતી બાબતો સ્ત્રી ભ્રુણ હત્યાં, કાનૂની જોગવાઈઓ તેમજ સાઇબર ગુનાઓ (ટેલિફોનિક ટોકિંગ, એમ.એમ.એસ. ઇન્ટરનેટ ) તેમજ સરકારી યોજનાઓ, સેવાઓ અને સહાયક માળખાની માહિતી અપાઈ.
મહિલાઓની સહાય અને સુરક્ષા માટે 181 મોબાઈલ એપ્લિકેશન Googal Android અને Apple ios બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે.
જે એપ્લિકેશન દ્વારા હિંસા, છેડતી હેરાનગતિ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હોય અને સુરક્ષા મેળવી શકાય છે અને પેનિક બટન દબાવતા જ ઘટના સ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોંચાડી શકાય છે. જેમાં કટોકટી સમયે કોલ કર્યા વગર તરત મદદ મળી શકે છે અને 181 બટન દબાવતા પાંચ સગા સંબંધીઓને મિત્રોને ઓટોમેટીક એસએમએસ થી સંદેશ મળી રહે છે. મહિલા ઘટનાના ફોટો, વિડિયો મેસેજ પણ સેન્ટર પર મોકલી શકે છે.
જે વિશે સંપૂર્ણ માહિતી વિડિઓ બતાવી ને આપવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાપીનો આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *